બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Are you bothered by stomach pain So try this home remedy from today you will get immediate relief

તમારા કામનું / પેટમાં દુખાવાથી રહો છો પરેશાન? તો આજથી જ ટ્રાય કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ મળી જશે આરામ

Arohi

Last Updated: 08:01 PM, 3 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ પેટના દુખાવાથી પરેશાન છો તો તમારે આ ઘરગથ્થુ ઉપાયો જરૂર અપનાવવા જોઈએ આ ઉપાય અપનાવવાથી તમારી સમસ્યા જલ્દી ખતમ થઈ જશે.

  • પેટના દુખાવાથી છો પરેશાન? 
  • તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપાય 
  • સમસ્યામાં જલ્દી જ મળશે રાહત 

પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક પેટના દુખાવાનો સામનો કરવો પડે છે. જો કે પેટમાં દુખાવાની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ ખાવાનું ખાધા પછી તરત જ ઘણા લોકો પેટમાં દુખાવાની સમસ્યાનો સામનો કરે છે. જે લોકો જંક ફૂડ વધારે ખાય છે અથવા મસાલેદાર ખોરાક ખાય છે અથવા જમતી વખતે પાણી પીવે છે, તો આવી પરિસ્થિતિઓમાં ભોજન લીધા પછી પેટમાં દુખાવો શરૂ થાય છે. 

લોકોને પેટમાં દુ:ખાવો થાય ત્યારે દવા લેવી પડે છે પરંતુ વારંવાર આ દવાઓ લેવાથી તમને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તમે આ પેટના દુખાવાની સમસ્યાને કેટલાક ઘરેલું ઉપચારથી દૂર કરી શકો છો.

ગરમ શેક લો
જો તમને ખોરાક ખાધા પછી પેટમાં દુખાવો થાય છે તો તમે ગરમ શેર કરી શકો છો. આ માટે તમે હીટિંગ પેડ લઈ શકો છો. થોડીવાર પેટ પર રાખો અથવા ગરમ પાણીની બોટલ પેટ પર લગાવો. આ શેક સ્નાયુઓને આરામ આપે છે અને પેટનો દુખાવો પણ મટાડે છે.

વોક કરવાથી પેટનો દુખાવો થાય છે ઓછો? 
જો તમે જમ્યા પછી બેસો કે સૂઈ જાઓ તો આવી સ્થિતિમાં પેટમાં ગેસ બની શકે છે. કબજિયાત અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે ભોજન કર્યા બાદ થોડુ ચાલો. તેનાથી તમારું પાચન સારું થશે અને તમને પેટના દુખાવામાં રાહત મળશે.

અજમાનો ઉપયોગ કરો
તમે ખોરાક ખાધા પછી અજમાનું સેવન કરી શકો છો અને તમારે આ કામ દરરોજ કરવું જોઈએ. તમે અજમાને ચાવી પણ શકો છો. જો ગેસ અને એસિડિટીની સમસ્યા ચાલુ રહે છે, તો તમે અજમાનું પાણી પણ પી શકો છો અથવા અજમાનો ઉકાળો બનાવી શકો છો. તેનો પાવડર પણ વાપરી શકાય છે. અજમાથી પાચન શક્તિ વધે છે અને તેના કારણે પાચનક્રિયા પણ સુધરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Home Remedy Relief Stomach Pain immediately ઘરગથ્થુ ઉપચાર પેટમાં દુખાવો હેલ્થ ટિપ્સ Stomach pain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ