બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કોલિંગ સમયે બેકગ્રાઉન્ડના ઘોંઘાટથી છો હેરાન? આ સેટિંગથી ટેન્શન ખતમ, થર્ડ પાર્ટી એપની જરૂર નહીં
Last Updated: 06:17 PM, 6 February 2025
વિશ્વભરમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કોલિંગથી લઈને વીડિયો કોલ, ડોક્યુમેન્ટ શેરિંગ, ઓનલાઈન પેમેન્ટ, મનોરંજન વગેરે કામ માટે કરીએ છીએ. એવામાં જો તમે પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર છો તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને એન્ડ્રોઇડ ફોન પર આવેલ એક સેટિંગ વિશે જણાવશું જે તમને મદદરૂપ સાબિત થશે.
ADVERTISEMENT
આપણે અનેક વખત આઉટડોરમાં પણ કોલિંગ કરતા હોઈએ છીએ છે. પરંતુ બહારની સ્થિતિમાં ઘોંઘાટને કારણે કોલ કરતી વખતે બહારનો અવાજ આપણને ખૂબ જ ખલેલ પહોંચાડે છે. ઘોંઘાટને કારણે તમારો અવાજ સામેની વ્યક્તિ સુધી યોગ્ય રીતે પહોંચી શકતો નથી. જો તમે પણ આવી સ્થિતિમાં પ્રોપર રીતે કોલ કરી શકતા ન હોવ તો તમારી આ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. અમે તમને એક એવા સેટિંગ વિશે જણાવશું જે અવાજની સમસ્યાને દૂર કરશે.
ADVERTISEMENT
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઘોંઘાટને દૂર કરવા માટે એક શાનદાર ફીચર મળે છે. આ ફીચરને એક્ટિવ કરીને તમે ઘોંઘાટની સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો. ખાસ વાત એ છે કે ઘોંઘાટ ઘટાડવા માટે તમારે કોઈપણ પ્રકારની થર્ડ પાર્ટી એપની મદદ લેવાની જરૂર નહીં પડે.
એન્ડ્રોઇડ તેના યુઝર્સને ક્લિયર કોલ નામનું ફીચર આપે છે. આ ફીચરથી તમામ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવનારા અવાજને દૂર કરે છે. પહેલા આ સુવિધા ઇયરફોન અને બડ્સમાં ઉપલબ્ધ હતી પરંતુ હવે આ સુવિધા સ્માર્ટફોનમાં પણ આવી ગઈ છે. આ ફીચર ઓન કરીને તમે ભીડવાળી જગ્યાએથી પણ સરળતાથી કોલ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.