બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Are you also afraid of CNG cars catching fire So dont worry just keep this in mind

તમારા કામનું / શું તમને પણ છે CNG કારમાં આગ લાગવાનો ડર! તો ચિંતા ના કરો બસ ધ્યાનમાં રાખો આ બાબત

Arohi

Last Updated: 12:15 PM, 3 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારમાં CNG ભરતી વખતે વાહનનું એન્જીન હંમેશા બંધ રાખવું જોઈએ. ફ્યુઅલ રિફિલિંગ દરમિયાન એન્જિન ચાલુ રાખવાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે.

  • CNG કાર ઓછા ખર્ચમાં આપે છે વધુ માઈલેજ 
  • માટે લોકોની પહેલી પસંદ બની રહી છે CNG કાર 
  • પરંતુ CNG કારમાં આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન 

આ સમયે દેશમાં લોકો CNG કારને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ આ કારોની ખૂબ કેર કરવાની જરૂર છે. કારણ કે આમાં થોડી બેદરકારી પણ ઘાતક સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી સીએનજી કારમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો તમે પણ CNG કાર ચલાવો છો તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે CNG કારને લઈને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ.

લોકલ CNG કીટનો ઉપયોગ ન કરો 
ઘણા લોકો તેમની જૂની કારમાં પણ આફ્ટર માર્કેટ CNG કિટ લગાવે છે. પરંતુ થોડા પૈસા બચાવવા માટે ઘણા લોકો બજારમાંથી લોકલ ક્વોલિટીની સીએનજી કિટ લગાવી લે છે જે કોઈપણ સમયે દગો આપી શકે છે. કારમાં હંમેશા સીએનજી કીટ માત્ર કાર કંપનીના અધિકૃત ડીલર અને મિકેનિક પાસેથી જ લગાવડાવો. 

ગેસ લીકેજ વખતે ખાસ રાખો ધ્યાન 
CNG કારમાં આગ લાગવાનું મુખ્ય કારણ ગેસ લીકેજ છે. આના ઘણા કારણો છે. જેમાં કિટનું યોગ્ય રીતે ફિટિંગ ન થવું, ફ્યુઅલ ટાંકીનું ઓવર-ફિલિંગ અથવા પાર્ટમાં ખામી હોવી હોઈ શકે છે. તેથી જો કારમાં ગેસ લીકેજ થાય છે તો તેને તાત્કાલિક સરખુ રાવી લો. 

કારની કરો કેર 
CNG કારની ખૂબ કાળજી લેવી પડે છે. તેમનું નિયમિત ચેકિંગ થવી જોઈએ. કારણ કે યોગ્ય રીતે કેર ન કરવાથી સીએનજી ગેસ લીક ​​થવાની સંભાવના ઘણી વધી જાય છે. આ માટે સીએનજી કારની રેગ્યુલર સર્વિસિંગ કરાવવી જોઈએ.

ગેસ સ્ટેશન પર ચાલુ ન રાખો કાર 
કારમાં CNG ભરતી વખતે વાહનનું એન્જીન હંમેશા બંધ રાખવું જોઈએ. ફ્યુઅલ રિફિલિંગ દરમિયાન એન્જિન ચલાવવાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે.

ઓવરફિલ ન કરો 
સીએનજી ટાંકી ક્યારેય ફૂલ ન કરવી જોઈએ. તે મહત્તમ બે તૃતીયાંશ કરતાં વધુ ક્યારેય ભરવું જોઈએ નહીં. જ્યારે પણ CNG સિલિન્ડર ભરવામાં આવે છે ત્યારે ધ્યાનમાં રાખો કે સિલિન્ડરમાં પ્રેશર 200 બારથી વધુ ન હોવું જોઈએ.

આફ્ટરમાર્કેટ એક્સેસરીઝનો ન કરો ઉપયોગ 
ઘણા લોકો પોતાની કારમાં અનેક પ્રકારની ઈલેક્ટ્રોનિક એસેસરીઝ પણ લગાવે છે, જેના માટે વાહનના વાયરિંગ સાથે છેડછાડ કરવી પડે છે. આ એક્સેસરીઝ સમગ્ર વાહનના વાયરિંગમાંના વોલ્ટેજ સાથે યોગ્ય રીતે ટ્યુન ન થઈ શકે. જેના કારણે વાહનમાં આગ લાગવાની સમસ્યા સર્જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

CNG Cars CNG કાર fire કાર કારમાં આગ તમારા કામનું CNG Cars
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ