બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:04 PM, 4 November 2024
ભારતમાં ડિમોનેટાઇઝેશન બાદથી ઓનલાઇન પેમેન્ટનું પ્રમાણ વધ્યું છે. જેમાં સામાનની ખરીદી હોય, મુસાફરી હોય કે અન્ય કોઈ કામ હોય હવે દરેક જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ થાય છે. જેથી રોકડ રાખવાની જરૂર ઝંઝટ પણ ખતમ થઈ છે. આ માટે દરેક બેન્કો તેમના ખાતાધારકોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાદે છે. પરંતુ આ દરમિયાન HDFC બેન્કને લઇ એક મોટું અપડેટ આવ્યું છે. જો તમારું ખાતું HDFC બેન્કમાં હશે તો તમે UPI કરી શકશો નહીં. આ અંગે ખુદ બેન્કની વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યાં સુધી બંધ રહેશે આ બેન્કની UPI
HDFC બેન્ક અનુસાર તેમની UPI સેવા નવેમ્બર મહિનામાં બે દિવસ સુધી કામ નહીં કરે. આ સમસ્યા થોડા કલાકો સુધી જ રહેશે. પરંતુ આ દરમિયાન યુઝર્સને લઇ મહત્વની માહિતી શેર કરવામાં આવી છે. આ બેન્કમાં UPI સિવાય બધી જ સેવાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
કયા બે દિવસ માટે રહેશે બંધ
HDFC બેન્કની વેબસાઇટની માહિતી અનુસાર, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સેવા નવેમ્બર મહિનામાં બે દિવસ કામ નહીં કરે. જેમાં 5 નવેમ્બર અને 23 નવેમ્બરનો સમાવેશ થાય છે. આ બે દિવસ દરમિયાન UPI સર્વિસ અલગ-અલગ સમયગાળા માટે બંધ રહેશે.
આ પણ વાંચોઃ શેર માર્કેટમાં 8,00,000 કરોડનો ધુમાડો, સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત કડાકો, રોકાણકારો રડ્યાં
જો 5 નવેમ્બરની વાત કરવી હોય તો આ દિવસે UPI સર્વિસ 2 કલાક માટે બંધ રહેશે. જ્યારે 23મી નવેમ્બરે આ સર્વિસ 3 કલાક બંધ રહેશે. જેથી HDFC બેન્કે પોતાના ગ્રાહકોને આ બે દિવસ દરમિયાન સાવધાન રહેવા જણાવ્યું છે. જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
કઇ સુવિધામાં આવશે પ્રોબ્લેમ?
HDFC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમુક સર્વિસ માટે ગ્રાહકોને થોડો સમય રાહ જોવી પડશે. જેમાં કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ અથવા રુપે ક્રેડિટ કાર્ડ પર ફાઇનાન્સની સાથે, નોન-ફાઇનાન્સ UPI વ્યવહારો નહીં થઈ શકે. HDFC બેન્કના ખાતાધારકો Paytm, શ્રીરામ ફાઇનાન્સ, Mobikwik, GPay, WhatsApp Pay, HDFC મોબાઇલ બેન્કિંગ એપ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ આ દરમિયાન નહીં કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.