શું તમે WhatsApp ગ્રુપના એડમીન છો? તો જાણીલો પોલીસે જાહેર કરેલ ચેતવણી 

By : vishal 12:14 PM, 16 April 2018 | Updated : 12:14 PM, 16 April 2018
જો તમે પણ  WhatsApp પર કોઈ ગ્રુપ એડમીન હોવ તો આ જરૂરથી વાંચો. ગ્રુપ વિશે મહારાષ્ટ્રના પરભણી જિલ્લાની પોલીસે ચેતવણી આપી છે. પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો તમે ગ્રુપ એડમીન છો તો તમારા ગ્રુપ દ્વારા કોઈ પણ પ્રકારનો અપમાનજનક વિડિયો, ફોટો અથવા મેસેજ શેર ન થવો જોઈએ.જણાવ્યું છે કે, તમારા ગ્રુપ દ્વારા કોઈપણ પ્રકારની ધાર્મિક વિડિઓ, ફોટો, ટેક્સ્ટ, ઐતિહાસિક આંકડા શેર થવા ન જોઈએ. ગ્રૂપમાં કોઈ પ્રકારનું જાતિવાદ કે ધર્મને લગતું લખાણ, કે કોઈ પણ ભડકાઉ મેસેજ શેર થવો ન જોઈએ. આ નિયમ વિડિઓ, ફોટો, ઓડિઓ અને ટેક્સ્ટ મેસેજ બધા પર લાગુ પડે છે.જો ગ્રુપમાં આવું કઈ શેર થશે તો તેની તમામ જવાબદારી ગ્રુપ એડમીનની રહેશે, અને તેની સામે આઈપીસી અને ઇન્ફોમેશન એક્ટ હેઠળ કાયદેસરની કાનૂની કાર્યવાહી થશે. Recent Story

Popular Story