બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Are these two enemy countries going to be friends? Iran and Saudi Arabia ready to end their hostilities
ParthB
Last Updated: 10:51 AM, 13 May 2021
ADVERTISEMENT
ઈરાનનાં વિદેશમંત્રી મોહમ્મદ જવાદ જરીફે આપી જાણકારી
ઈરાનનાં વિદેશમંત્રી મોહમ્મદ જવાદ જરીફે બુધવારે કહ્યું કે તેમનો દેશ હવે સાઉદી અરબ સાથે પોતાના સબંધો સુધારવા માટે તૈયાર છે. તેમને આશા છે કે હમણાં જ બંને પક્ષો વચ્ચે થયેલી ચર્ચાનો સુખદ અંત આવશે. આ વાત જણાવતા પહેલા તેમણે સિરીયાનાં રાષ્ટ્રપતિ બશર અસદ સાથે બેઠક કરી હતી. સોમવારે ઇરાને વિદેશ મંત્રાલયે ઈરાકની મધ્યસ્થતામાં બગદાદમાં થયેલ ચર્ચાની પુષ્ટિ કરી હતી. ઈરાકના રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે કહ્યું કે અમારી ચર્ચા ઘણી વાર થઈ અને આ ચર્ચા સાર્થક સાબિત થશે.
ADVERTISEMENT
સાઉદી અરબ સાથેનાં સબંધો મજબુત કરીને રહેશે ઈરાન
જરીફે વધુમાં કહ્યું કે તેમને આશા છે કે આ ચર્ચાથી બંને દેશો વચ્ચે મદદ કરવાની નીતિ અને બીજા ઘણા બધા ક્ષેત્રોમાં સ્થિરતા અને શાંતિ પણ સ્થપાશે. જરીફે પત્રકારોને માહિતી આપતા કહ્યું કે " અમે નિશ્ચિત સ્વરૂપે તૈયાર થઈ ગયા છે અને સાઉદી અરબ સાથેનાં સબંધો મજબુત કરીને રહીશું.
હૂતી વિદ્રોહીઓ અવાર નવાર સાઉદી અરબ પર કરી રહ્યા હતા હુમલાઓ
આગળ વાત કરીએ તો સાઉદી અરબ યમનમાં ઘણી ખરાબ રીતે ફસાઈ ગયું છે અને ત્યાં ઈરાનનાં સમર્થકો હૂતી વિદ્રોહીઓ સામે લડવું પડ્યું હતું. હૂતી વિદ્રોહીઓ અવાર નવાર સાઉદી અરબનાં તેલના કૂવાઓ અને શહેર પર હવાઈ હુમલાઓ કરતાં રહે છે. આ વર્ષે હૂતી વિદ્રોહીઓએ ડઝનો મિસાઇલ અને દ્રોણ દ્વારા હુમલા કરી સાઉદી અરબ ને ઘણું નુકશાન પહોંચાડ્યું હતું. માનવામાં આવે છે કે સાઉદી અરબનાં રાજકુમાર મોહમ્મદ બિન સલમાને બાઈડેન પ્રશસસનનાં સમર્થનને પ્રાપ્ત કરવા માટે આ પગલું લીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.