બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:30 PM, 2 December 2024
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીની તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે વિવાહ પંચમી 6 ડિસેમ્બરે આવવાની છે. આ તિથિ માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે સીતા માતા અને ભગવાન રામના લગ્ન થયા હતા. વિવાહ પંચમીના દિવસે કેળની પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
સનાતન ધર્મની માન્યતા અનુસાર, કેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષ ભગવાન વિષ્ણુ, લક્ષ્મી માતા અને ગુરુ દેવ બૃહસ્પતિ સાથે સંબંધિત છે. ભગવાન વિષ્ણુને કેળ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં ઘરના આંગણામાં અથવા તમારા બગીચામાં કેળનું વાવેતર કરવાથી શુભ ફળ મળે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
વિવાહ પંચમીના દિવસે કેળનું વિશેષ મહત્વ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ ગુરુ ગ્રહ સંબંધિત દોષથી ઘેરાયેલો હોય તો તે તુરંત જ દૂર થઈ જાય છે. બૃહસ્પતિને લગ્ન, સંતાન અને ધર્મ જેવા વિષયોમાં જાણકાર માનવામાં આવે છે. આથી જે લોકોને લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો હોય અને આ દિવસે કેળની પૂજા કરવામાં આવે તો રાહત મળી શકે છે.
વિવાહ પંચમીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ તિથિએ પોતાની દીકરીના લગ્ન નથી કરતા. આનું કારણ સીતા માતા અને ભગવાન રામનું લગ્ન જીવન સંઘર્ષમય હતું તે માનવામાં આવે છે. જેથી ઘણા માતા-પિતા આ તિથિએ તેમની દીકરીઓના લગ્ન નથી કરાવતા.
બીજી માન્યતા એવી છે કે, આ દિવસે વિવાહ પંચમીના દિવસે જે પણ માતા-પિતા તેમની પુત્રીના લગ્ન કરે છે, તેમના પર માતા સીતા માતા અને ભગવાન રામની વિશેષ કૃપા વરસે છે. એવી માન્યતા છે કે, જો કોઈને લગ્નજીવનમાં મુશ્કેલી આવી રહી હોય તો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.