બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતો સાવધાન! શું ખેતરોમાં પાક પીળાશ પડતો થઇ રહ્યો છે? તો આ રીતે તેને દૂર કરો
Last Updated: 06:51 PM, 10 September 2024
જે લોકો શેરડીની ખેતી કરે છે,હાલમાં તેમના પાકમાં વિવિધ રોગ આવી રહ્યા છે. આ રોગના કારણે શેરડીના પત્તા પીળા પડી રહ્યા છે. જેથી ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. આવું થવા પાછળનું કારણ ખેતરમાં વધુ પડતું પાણીનું પ્રમાણ કે વધારે ગરમીના લીધે આયરનની ઉણપ જવાબદાર છે. આયરનની ઉણપના કારણે પત્તા પીળા પડી રહ્યા છે. જેથી પાકની ગુણવત્તા પ્રભાવિત થઇ રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી, વાયરસના ખતરાથી બચાવશે 3 વેક્સીન, આ લોકોએ ખાસ લેવી જરૂરી
પત્તા પીળા પડી જવાના કારણે ત્રણ પ્રકારના છોડ સંક્રમિત થાય છે. આ વાયરસના કારણે પાક પર ખરાબ અસર થાય છે. અમૂક નદીમાં પુર આવવાના કારણે તે પાણી લાંબા સમય સુધી ખેતરમાં રહેવાથી આ સંક્રમણ ફેલાય છે. પાણીની સ્થિરતાના લીધે પાક ખરાબ રીતે પ્રભાવિત થાય છે.
ADVERTISEMENT
શેરડીના પાકમાં કીટ, વાયરલ રોગ જેવા સંક્રમણ ફેલાવાથી રોગનો પ્રકોપ વધ્યો છે. તેનાથી શેરડીનો પાક સુકાઈ પણ રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે કાર્બોન્ડાજિમનો છંટકાવ તેના થડમાં કરવો જોઈએ. પંદર દિવસ બાદ ફરી પણ તેનો છંટકાવ કરવો.ટ્રાઈકોડર્મા સ્પીસીજને 10કિગ્રા ગ્રામ પ્રતિ હેક્ટરે 100-200 ગ્રામ કમ્પોસ્ટ ખાતર મેળવી ખેતરમાં નાખવું. સાથે સલ્ફર અને જિંકનો છંટકાવ પણ ફાયદાકારક સાબિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.