બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / લીવર માટે આ 3 આયુર્વેદના અખતરા સૌથી ઘાતક, નવા રિસર્ચમાં હેરાનીભર્યો ખુલાસો

હેલ્થ ટિપ્સ / લીવર માટે આ 3 આયુર્વેદના અખતરા સૌથી ઘાતક, નવા રિસર્ચમાં હેરાનીભર્યો ખુલાસો

Last Updated: 07:25 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીવર આપણા શરીરના એક મહત્વપૂર્ણ અંગ છે. લીવરને સ્વસ્થ રાખવા માટે આપણે આપણી જીવનશૈલી અને ખાનપાનમાં મોટા ફેરફારો કરવા પડશે. તાજેતરના એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે આ 3 આયુર્વેદિક ઔષધિઓ લીવરને નુકસાન પહોંચાડી શકે છે.

આયુર્વેદિક અને હર્બલ વસ્તુઓ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમની કોઈ આડઅસર થતી નથી. પરંતુ એક નવા સંશોધને આ દૃષ્ટિકોણને ઉલટાવી દીધો છે. એક નવા સ્વાસ્થ્ય સંશોધન મુજબ અશ્વગંધા, હળદર અને ગ્રીન ટી આ ત્રણ વસ્તુઓ આપણા લીવર પર ખરાબ અસર કરી શકે છે. સ્વસ્થ શરીર માટે તંદુરસ્ત લીવર હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારા લીવરની તબિયત સારી નથી તો તમારું શરીર પણ ફિટ નથી રહી શકતું.

liver-problem.jpg

આ સંશોધન અમેરિકામાં કરવામાં આવ્યું હતું. ત્યાંના એક અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ અમેરિકામાં લોકો હર્બલ સપ્લિમેન્ટ્સનું વધુ સેવન કરે છે જેમાં હળદર, અશ્વગંધા અથવા ગ્રીન ટીનો અર્ક હોય છે. જેના પર રોબર્ટ જોન ફોન્ટાના જેઓ મિશિગન યુનિવર્સિટીમાં મેડિસિન પ્રોફેસર છે અને તેમની ટીમે આ સપ્લીમેન્ટ્સના ભારે ક્રેઝને જોતા સંશોધન કરવાનું નક્કી કર્યું. સંશોધનમાં જાણવા મળ્યું કે આ વસ્તુઓ લીવરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. રોબર્ટ જ્હોનના મતે, આપણે જે વસ્તુઓને સ્વસ્થ માનીએ છીએ તે આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા સારી નથી હોતી. તેમણે જણાવ્યું કે આવા સપ્લીમેન્ટ્સના સેવન બાદ વર્ષ 2013-14ની વચ્ચે લીવર ડેમેજના કેસમાં વધારો થયો છે.

શા માટે આ વસ્તુઓ હાનિકારક છે?

હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે લીવરના રોગને ઘટાડવામાં મદદ કરે છે. જો હળદરની માત્રા વધી જાય તો તે હાનિકારક બની જાય છે.

Haldar-Milk

અશ્વગંધા ના ફાયદાઓ વિશે જાણવું યોગ્ય છે, પરંતુ તેની માત્રાને સંતુલિત કરવી પણ જરૂરી છે. અતિશય અશ્વગંધા પાચન અને યકૃતના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

green-tea-1

ગ્રીન ટી વજન ઘટાડવા માટે લોકો ગ્રીન ટી પીવે છે. કેટલાક લોકો કેટલી ગ્રીન ટી પી રહ્યા છે તેના પર ધ્યાન આપતા નથી. ગ્રીન ટીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, દિવસમાં 4-5 કપ ગ્રીન ટી લીવરને નુકસાન પહોંચાડે છે.

ashwagandha-1

સૌથી હાનિકારક વનસ્પતિ?

સંશોધન મુજબ સૌથી સામાન્ય અને હાનિકારક જડીબુટ્ટી હળદર છે. હળદર પછી ગ્રીન ટી અને પછી અશ્વગંધા છે. આ હર્બલ સપ્લિમેન્ટ્સ ક્રોનિક રોગોથી પીડિત મહિલાઓમાં પણ સૌથી વધુ અસર કરે છે.

વધુ વાંચો : ક્યારેય નહીં આવે હાર્ટ અટેક! કોલેસ્ટ્રોલને પણ કરશે કંટ્રોલ, આજથી જ ખાવાનું શરૂ કરો આ ડ્રાયફ્રુટ

કયા રોગોનું જોખમ?

આ સપ્લીમેન્ટ્સના સેવનથી લીવર ફેલ્યોર, કમળો જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. કેટલાક લોકોને આનાથી હેપેટાઈટીસ થવાનું જોખમ પણ રહેલું છે. જો આ સપ્લીમેન્ટ્સનું સેવન સમયસર બંધ ન કરવામાં આવે તો તે લીવર ટ્રાન્સપ્લાન્ટ તરફ દોરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Liver Herbalsupplements AyurvedicHerbs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ