આર્ચર કેર કૌભાંડઃ વિનય શાહની ધરપકડ બાદ હવે પત્ની ભાર્ગવી શાહે CID સમક્ષ સ્વિકારી શરણાગતી

By : hiren joshi 11:14 PM, 06 December 2018 | Updated : 11:14 PM, 06 December 2018
અમદાવાદઃ વિનય શાહ કૌભાંડના મામલે વિનય શાહની પત્ની ભાર્ગવી શાહની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમ સમક્ષ ભાર્ગવી શાહે સ્વિકારી શરણાગતી કરવામાં આવી છે. આર્ચર કેર કૌભાંડ મુદ્દે અત્યાર સુધી 558થી વધુ વ્યક્તિઓના નિવેદન લેવાયામાં આવ્યા છે.

વિનય શાહના અલગ-અલગ બેંક ખાતામાંથી રૂ.10.18 લાખ જપ્ત કરવામાં આવ્યા હતાં. ભાર્ગવી શાહના બેંક ખાતામાંથી રૂપિયા 8.46 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. ભાર્ગવી અને તેના પુત્ર મોલિન શાહના ડિમેટ ખાતામાંથી રૂ.1.27 કરોડની કિંમતના શેર સીલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 260 કરોડનુ કૌભાંડ કરીને વિનય શાહ ફરાર થયો હતો. નેપાળ પોલીસે વિનય શાહની ધરપકડ કરી હતી. રેવન્યુ ડિપાર્ટમેન્ટે નેપાળ સેન્ટ્રલ બેન્કને પત્ર લખીને વિનય શાહના બેંકના ખાતાની વિગતો મંગાવી હતી.

ત્યારબાદ આ મામલે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ભાર્ગવી શાહ, દાનસિંહ વાળા અને પ્રગતિ વ્યાસની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે હવે સીઆઇડી ક્રાઇમ સમક્ષ ભાર્ગવી શાહે શરણાગતી સ્વિકારી છે. આર્ચર કેર કૌભાંડ મુદ્દે અત્યાર સુધી 558થી વધુ વ્યક્તિઓના નિવેદન લેવાયા છે.Recent Story

Popular Story