મનોરંજન /
પંજાબ હાર્યા બાદ હવે કપિલ શર્મા શોમાં સિદ્ધૂની થશે રિ-એન્ટ્રી, તો જાણો અર્ચના સિંહ શું કરશે
Team VTV05:21 PM, 13 Mar 22
| Updated: 05:32 PM, 13 Mar 22
પંજાબ વિધાનસભા ઈલેક્શનમાં સિદ્ધૂની હાર બાદ લોકો તેમના ધ કપિલ શર્મા શોમાં પાછા ફરવાના અનુમાનો લગાવી રહ્યા છે. જેથી અર્ચના પૂરન સિંહ પણ ટ્રોલ થઇ રહી છે. જાણો તેણે શું જવાબ આપ્યો
સિદ્ધૂની ધ કપિલ શર્મા શોમાં વાપસીનાં લગાવાઈ રહ્યા છે અનુમાન
સોશિયલ મીડિયા પર અર્ચના પૂરન સિંહ થઇ રહી છે ટ્રોલ
અર્ચનાએ ટ્રોલ્સને આપ્યો જવાબ
સિદ્ધૂની ધ કપિલ શર્મા શોમાં વાપસીનાં લગાવાઈ રહ્યા છે અનુમાન
પંજાબ વિધાનસભા ઈલેક્શનમાં નવજોત સિંહ સિદ્ધુની હાર બાદ હવે 'ધ કપિલ શર્મા શો' ફેમ અર્ચના પૂરન સિંહ એક વાર ફરી હર્ચામાં આવી ગઈ છે. સિદ્ધુનાં હારતા જ સોશિયલ મીડિયા પર અર્ચના પૂરન સિંહ પર મીમ્સ બનવા લાગ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે વિધાનસભા ઈલેક્શનમાં નવજોત સિંહ સિદ્ધુની હાર બાદ હવે અર્ચના પૂરન સિંહની જોબ ખતરામાં છે. લોકોએ કહેવાનું શરુ કરી દીધું છે કે સિદ્ધુ જલ્દી જ 'ધ કપિલ શર્મા શો'માં વાપસી કરી શકે છે. આવામાં દુખદ અર્ચના પૂરન સિંહે આ મીમ્સ પર પ્રતિક્રિયા આપી છે અને ખુદ જ શો છોડીને જવાની વાત કહી છે.
સોશિયલ મીડિયા પર અર્ચના પૂરન સિંહ થઇ રહી છે ટ્રોલ
નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વ વિધાનસભા સીટથી ચુંટણીનાં મેદાનમાં ઉતર્યા હતા, જ્યાંથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર જીવન જ્યોતિ કૌરે તેમને માત આપી હતી. સિદ્ધુનાં હારતા જ લોકોએ મજાક કરવાનું શરુ કરી દીધું કે રાજનેતા હવે જલ્દી જ ધ કપિલ શર્મા શોમાં અર્ચનાની સીટ લઇ શકે છે. અર્ચના પૂરન સિંહે ટ્રોલ્સને જવાબ આપ્યો છે.
અર્ચનાએ ટ્રોલ્સને આપ્યો જવાબ
અર્ચનાનું કહેવું છે કે મીમ્સ તેમના માટે કોઈ નવી વાત નથી. તેઓ કહે છે કે હું આ મીમ્સથી પપ્રભાવિત થતી નથી. કેમકે મારા માટે આ કોઈ નવી વાત નથી. હું એ વાતથી હેરાન છું કે, જેણે શો છોડ્યો છે અને રાજનીતિ સાથે જોડાઈ ગયા છે, તે હજુ પણ શો સાથે કનેક્ટેડ છે. અને હું તો આ શો કરી રહી છું અને કોઈ રાજનીતિમાં સામેલ થઇ પણ નથી.
તેઓ આગળ કહે છે કે ધ કપિલ શર્મા શોમાં મારો એક ખાસ રોલ છે, જે હું પૂરી લગન સાથે નિભાવી રહી છું, પરંતુ જ્યારે પણ સિદ્ધુજી સાથે કંઈપણ નવું બને, તો મારા પર મીમ્સ બનવાના શરુ થઇ જાય છે. શું આ અજીબ નથી?
અર્ચના પૂરન સિંહે 2017માં ધ કપિલ શર્મા શોમાં પર્મનંટ ગેસ્ટ તરીકે નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લઇ લીધી હતી. જ્યાર બાદથી શોનાં હોસ્ટ કપિલ શર્મા પણ ઘણી વાર આ વાતને લઈને મજાક ઉડાવતા જોવા મળ્યા.
અર્ચના પૂરન સિંહે કહ્યું કે તેમણે નથી લાગતું કે તેઓ હંમેશા ધ કપિલ શર્મા શોનો હિસ્સો બની રહેશે. તેઓ કહે છે કે મને નથી ખબર લોકોને એવું કેમ લાગે છે કે મારી પાસે આ સિવાય કોઈ કામ નથી. જો ક્યારેય પણ સિદ્ધુ શોમાં પાછા આવવાનું મન બનાવે છે અને ચેનલ કે પ્રોડયૂસર સિદ્ધુજીને શોમાં જોવા માંગશે, તો હું આ શો છોડવા માટે તૈયાર છું અને કોઈ બીજા પ્રોજેક્ટમાં હાથ અજમાવીશ.