બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / ArcelorMittal Is putting pressure on the government to waive the premium of crores in hazira

વિવાદ / Exclusive : તો શું ગુજરાત સરકારે આ દિગ્ગજ કંપનીના દબાણ સામે રૂ.2440 કરોડ જતા કરવા પડશે?

Parth

Last Updated: 02:26 PM, 9 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા હજીરા પાસે આવેલ એસ્સાર કંપનીના સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ હવે સરકારની દબાણ કરાયેલી જમીનના પ્રીમિયમને લઈને વિવાદ ઊભો થયો છે.

  • તો એસ્સાર કંપની દ્વારા કરોડોની જમીનનું દબાણ કરવામાં આવ્યું હતું 
  • દબાણ કરાયેલ જમીન પર આર્સેલર કંપની 2440 કરોડનું પ્રીમિયમ ભરવા તૈયાર નથી
  • કરોડોનું પ્રીમિયમ વિવાદ : સરકાર માટે ગળામાં હાડકું ફસાયા જેવો હાલ થયો

શું છે સમગ્ર મામલો? 

આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા હજીરા પાસે આવેલ એસ્સાર કંપનીના સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ હવે સરકારની દબાણ કરાયેલી જમીનના પ્રીમિયમને લઈને વિવાદ ઊભો થયો છે. સચિવાલયના અંદરના સૂત્રોનું માનીએ તો એસ્સાર કંપની દ્વારા કરોડોની જમીનનું દબાણ કરવામાં આવ્યું હતું તેના પર આર્સેલર કંપની આશરે 2440 કરોડનું પ્રીમિયમ ભરવા તૈયાર નથી. કંપનીએ ગુજરાતમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે તેવી ખાતરીઓ આપીને પાણીના ભાવે જમીન મેળવી. હવે પ્રીમિયમ ભરવામાં ઠાગાઠૈયાને કારણે સરકાર માટે આ કરોડોનું પ્રીમિયમ સરકાર માટે ગળામાં હાડકું ફસાયા જેવો હાલ થયો છે.

એસ્સાર સ્ટીલ પ્લાન્ટને હસ્તગત કરનાર આર્સેલર મિત્તલ સુરત પાસે હજીરાનું 72 હેક્ટર જમીનનું કરોડો રૂપિયાનું પ્રીમિયમ માફ કરવા માટે સરકાર પર દબાણ બનાવી રહી છે.

સુરતમાં આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા એસ્સાર સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેમાં આ કંપનીએ સરકારને 35 હજાર કરોડ રૂપિયાના રોકાણની ખાતરી આપી હતી. જોકે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આર્સેલર કંપનીને જ્યાં કરોડોની જમીનો મળી ગઈ છે ત્યારે દબાણ કરાયેલી જમીન પર કોઇ જ પ્રીમિયમ ચૂકવવાની કોઇ તૈયારી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ એસ્સાર દ્વારા 72 હેક્ટર જમીનનું દબાણ કરવામાં આવ્યું હતું જેના પર કંપનીએ પેનલ્ટી સાથે 2440 કરોડ રૂપિયા પ્રીમિયમ ચૂકવવાનું થાય છે. પ્રીમિયમ ચૂકવવાની વાત તો દૂર રહી કંપનીએ હવે એસ્સાર કંપનીએ જે પ્રીમિયમ ચૂકવ્યું હતું તે પણ પાછા લઈ લેવાની રજૂઆત કરી છે. 

એસ્સારે જે રકમ ચૂકવી હતી તેમાં બધું આવી ગયું : આર્સેલર મિત્તલ

આ પહેલા પણ એસ્સાર દ્વારા હજીરામાં જમીન પર દબાણ કરવામાં આવ્યા બાદ તે જમીન પર પ્રીમિયમ મુદ્દે ખૂબ વિવાદ થયા હતા ત્યારે આર્સેલર મિત્તલ ગ્રુપે હવે એસ્સારને હસ્તગત કરી છે. ત્યાં હવે જમીન પર કોઇ જ પ્રીમિયમ ભરવાનું નથી તેવું સરકાર પર દબાણ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને સરકાર સમક્ષ કંપની દ્વારા એવી લેખિત રજૂઆત કરાઈ છે કે હવે એસ્સાર દ્વારા હજીરામાં વન વિભાગની દબાણવાળી 72.62 હેકટર જમીનના મામલે એસ્સારે જે 127 કરોડ ચૂકવી દીધા છે તે ઉપરાંત અમારે કોઈ પ્રીમીયમ ચૂકવવાનું રહેતુ નથી. સરકારે 2006ની સ્થિતિએ આ રકમ નક્કી કરીને એસ્સાર દ્વારા 2010-11માં જે રકમ ચૂકવી દીધી છે, તે રકમ માન્ય રાખવી જોઈએ તેવું કહીને હાથ ઊંચા કરી દીધા છે. હવે આ કંપનીનું પ્રીમિયમ માફ કરી દેવું કે નવેસરથી પ્રીમિયમ ગણવું તે મુદ્દે સરકાર મૂંઝવણમાં છે. આવામાં આ મુદ્દો સરકારના ગળામાં હાડકું ફસાયું હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે.

કેટલું પ્રીમિયમ થઈ રહ્યું છે?

વન વિભાગની અંદાજિત 72.62 હેકટર જમીન સામે એસ્સાર દ્વારા માર્ચ -2010માં વાણિજય હેતુ માટે જમીનનું દબાણ નિયમિત કરવા માટે સરકારમાં 127 કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. વર્ષ 2014માં સુરત જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા નવેસરથી પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યું જેમાં પ્રતિ ચોરસ મીટર દીઠ 16,520 જેટલું પ્રીમિયમ થઈ રહ્યું છે. આ જમીન પર પ્રીમિયમ 1189 કરોડ રૂપિયા થાય છે અને તેના પર જો ડબલ પેનલ્ટી ગણીએ તો રકમ 2440 કરોડ રૂપિયા પહોંચે છે. 

સરકાર પણ અવઢવમાં

મહેસૂલ વિભાગ હવે આ પ્રીમિયમ લેવા મુદ્દે અવઢવમાં છે. વિભાગ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે કે જેવ નવું પ્રીમિયમ ગણવામાં આવ્યું છે તેમાં વ્યાજ ગણવું કે નહીં. અથવા તો હાલની સ્થિતિ મુજબ નવું પ્રીમિયમ નક્કી કરવામાં આવે? તે મુદ્દે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે ત્યારે સરકારે આ મુદ્દે કોઇ જ જવાબ આપ્યો નથી. 

અત્યારે વર્ષ 2021 ચાલી રહ્યો છે ત્યારે જો પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ પ્રીમિયમ નકકી કરવામાં આવે તો તેની રકમ 2440 કરોડ કરતાં પણ ઘણી વધારે વધી જાય છે. 

આર્સેલરમિત્તલ ગ્રુપે પહેલા તો 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે તેવી ખાતરી આપીને પાણીના ભાવે જમીનો લઈ લીધી. હવે જ્યારે પ્રીમિયમ ભરવાનો વારો આવ્યો તો સરકાર સામે આ પ્રકારની રજૂઆતો કરીને તેમાં પણ લાભ લેવાની ફિરાકમાં છે, આવામાં સરકારના જાણે હાથ બંધાયેલા હોય તેમ વર્તી રહી છે.

પ્રીમિયમની વાત દૂર રહી ત્યાં વધારાની જમીન પણ નિયમિત કરવાની માંગ

આર્સેલન મિત્તલ કંપની જ્યાં પ્રીમિયમ ભરવા માંગતી નથી ત્યાં બીજી તરફ સરકારને રજૂઆતો કરીને કહી રહી છે કે દબાણ કરવામાં આવેલ જમીનને પણ નિયમિત કરી દેવામાં આવે. કંપનીએ સરકાર પાસે વધારાની 319.86 હેકટર જમીનની માંગણી કરી છે. આ જમીન પૈકી મહેસુલ વિભાગ હસ્તકની 124.10 હેકટર , વન વિભાગ હસ્તકની 175 હેકટર અને વન વિભાગની અન્ય 20.76 હેકટર જમીનનો સમાવેશ થાય છે. આ જમીનનું મૂલ્યાંકન પણ 5000 કરોડ કરતાં વઘારે થાય તેમ છે.  

સંકળાયેલા મુદ્દાઓ

ArcelorMittal Vtv Exclusive hazira land dispute hazira port Saheb Vaat Mali
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ