Arbuda Mataji's Sahastra Chandi 108 Kundi Mahayagna begins the biggest festival of North Gujarat, gathering of 10 lakh devotees
બનાસકાંઠા /
અર્બુદા માતાજીના સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞ સાથે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ઉત્સવનો આરંભ, 10 લાખ ભક્તોનો મેળાવડો
Team VTV09:42 PM, 03 Feb 23
| Updated: 09:43 PM, 03 Feb 23
માં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને આજે સૌથી મોટા મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે બે લાખથી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માં અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં મહાયજ્ઞનો પ્રારંભ
પ્રથમ દિવસે યજ્ઞમાં 2 લાખથી વધુ લોકોએ લાભ લીધો
3 થી 5 ફેબ્રુઆરી સુધી યોજાશે મહાયજ્ઞ
માં અર્બુદા રજત જયંતી નિમિત્તે સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું હતું. ત્રિ દિવસીય આ યજ્ઞનો આજથી પ્રારંભ થયો હતો આ યજ્ઞને લઈને આંજણા પટેલ ચૌધરી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા સહિત ગુજરાતમાંથી માં ના દર્શન માટે ભક્તો પાલનપુરના લાલાવાડા ખાતે પહોંચ્યા હતા. મહા યજ્ઞમાં 600 બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક શ્લોક સાથે આહુતિ આપશે જેમાં 1500 જેટલા યજમાનો આ યજ્ઞનો લાભ લઇ રહ્યા છે.
3 થી 5 ફેબ્રુઆરી સુધી યોજાશે મહાયજ્ઞ
અર્બુદા માતાજીના રજત જયંતિ મહોત્સવનું 3 ફેબ્રુઆરી થી પાંચ ફેબ્રુઆરી સુધી આ મહાયજ્ઞ યોજાઇ રહ્યો છે. તેમાં દેશભરમાંથી કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી સહિતના રાજ્યોમાંથી આજના ચૌધરી પટેલ સમાજના લોકો આ યજ્ઞના દર્શન માટે આવશે.
મહાયજ્ઞ
દેશમાં ભાઈચારો અને સમરસતા વધે તે હેતુથી યજ્ઞનું આયોજન કરાયું.
યજ્ઞના પ્રથમ દિવસે અનેક લોકોએ આ યજ્ઞ શાળાની પ્રદક્ષિણા પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ પણ આ મહાયજ્ઞ નાં દર્શન માટે પહોંચા હતા અને યજ્ઞ માં બેસી મહા યજ્ઞ નાં દર્શન કર્યા હતા. આ મહા યજ્ઞ નાં દર્શને દેશભર માં થી આગામી બે દિવસ માં અનેક લોકો આવવાના છે.સમગ્ર મહોત્સવ ને લઇ લોકોના ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ માં સુખ શાંતિ ભાઈચારો રહે લોકો માં સમરસતા વધે તે હેતુ થી આ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.