Team VTV12:29 PM, 20 Mar 23
| Updated: 12:29 PM, 20 Mar 23
અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ડિવોર્સ બાદ પણ પોતાના દિકરા અરહાનની કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે. ત્યાં જ એક્ટરે એક ઈન્ટરવ્યૂ વખતે તેને લઈને વાત કરી અને કહ્યું કે દિકરા માટે તે ભુતકાળ ભુલી ચુક્યા છે.
દિકરાની કો-પેરેન્ટિંગ કરે છે મલાઈકા અરબાઝ
ઈન્ટરવ્યૂમાં કર્યા હતા ખુલાસા
દિકરા માટે ભુતકાળ ભુલ્યા છે બન્ને સેલેબ્સ
અરબાઝ ખાન અને મલાઈકા મોટાભાગે પોતાના દિકરાને એરપોર્ટ પર મુકવા આવતા જોવા મળે છે. અરબાઝ અને મલાઈકા આમ તો ઘણા વર્ષો પહેલા ડિવોર્સ લઈ ચુક્યા છે પરંતુ આ બન્ને પોતાના એક માત્ર દિકરા અરહાનની કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે. ત્યાં જ એક ઈન્ટરવ્યૂ વખતે અરબાઝ ખાને આ વિશે ખુલીને વાત કરી હતી અને ખુલાસો પણ કર્યો હતો.
અરબાઝ ખાને ખોલ્યા હતા રાઝ
એક ઈન્ટરવ્યૂમાં અરબાઝને પુછવામાં આવ્યું હતું કે અરહાનની કો-પેરેન્ટિંગ કરવા માટે અરબાઝ અને મલાઈકા અરોડાને મોટાભાગે સોશિયલ મીડિયા પર ખુબ પ્રેમ મળે છે. તેના પર એક્ટરે કહ્યું કે બેસિક વાત એ છે કે જ્યારે બે મેરિડ લોકો અલગ થાય છે તો તે પોતાના પર્સનલ ડિફરન્સને લઈને અલગ અલગ રીતો અપનાવે છે. હેને?
તેનાથી કોઈ ફરક નથી પડતો કે તે અલગ કેમ થયા. એ હોઈ શકે છે કે તે અલગ થઈ ગયા હોય અથવા તો તે એક-બીજાના જીવનમાં તે રીતે યોગદાન ન આપી રહ્યા હોય જેવું કે તે આશા રાખે છે.
હું મલાઈકા અને પોતાના વિશે વાત નથી કરી રહ્યો. હું સામાન્ય રીતે સંબંધો વિશે વાત કરી રહ્યો છું. જ્યારે એક મેરિડ કપલના બાળકો હોય છે તે ફેક્ટ છતાં બે એડલ્ટ્સની વચ્ચે કોઈ મુદ્દાને લઈને પોતાના બાળકોની સાથે કોઈ સમસ્યા નથી થતી. કારણ કે હું સાચો છું અલગ અલગ જોડીના અલગ અલગ મુદ્દા હોઈ શકે છે. પુલની નીચે હંમેશા પણી હોય છે.
દિકરા માટે ભુતકાળ ભુલ્યા અરબાઝ-મલાઈકા
મલાઈકા અને મેં એ બધુ પણ બાજુ પર મુકી દીધુ છે. અમે ભુતકાળને ભુલાવી દીધો છે અને અનુભવ કર્યો છે કે અમારી આખી લાઈફ આગળ છે. તે આગળ વધી ગઈ છે હું આગળ વધી ગયો છું. દુશ્મની કે ગસ્સો કે હતાશા એવું કંઈ ક્યાં છે? તે જતુ રહ્યું છે.
કમસે કમ પોતાના દિકરા માટે, તમે એક સાથે આવી શકો છો અને એવો સિનારિયો બની શકે છે. જેની ખૂબ જરૂર છે. તે અમારૂ બાળક છે. અમે તેને આ દુનિયામાં લાવ્યા. તેની દેખરેખ કરવી અમારી જવાબદારી છે.
દિકરા માટે કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે અરબાઝ-મલાઈકા
ત્યાં જ કો-પેરેન્ટિંગને લઈને અરબાઝે કહ્યું, "આ ખૂબ ક્લિયર છે કે કો-પેરેન્ટિંગ થઈ રહી છે કારણ કે મલાઈકા અને હું બન્ને ખુશ છીએ. જેવું મેં પહેલા કહ્યું અમે આ બધુ પોતાના બાળકો માટે કરી રહ્યા છીએ આ વાતથી ઈનકાર ન કરી શકાય કે મલાઈકા અને હું અલગ થઈ ચુક્યા છે. અમે એક-બીજાને પ્રતિ ખૂબ કાર્ડિયલ છીએ. અમે ખૂબ સારી શરતો પર છીએ. પરંતુ અમે મેનલી હજુ પણ પોતાના દિકરા માટે સાથે છીએ અને અમે આમ કરવું ચાલુ રાખીશું. અમારુ એક જ બાળક છે."