બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો, ઓમટેક અને AR કન્સલ્ટન્સીનું ઉઠમણું, દુકાનોના શટરને કલર મારી ફરાર

ચેતજો / ગુજરાતમાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો, ઓમટેક અને AR કન્સલ્ટન્સીનું ઉઠમણું, દુકાનોના શટરને કલર મારી ફરાર

Last Updated: 03:06 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aravalli Ponzi Scheme : મોડાસા બાયપાસ રોડ પર આવેલી ઓમટેક અને એઆર કન્સલ્ટન્સીનું ઉઠમણું, રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયાની શક્યતા, મહિનાના 5 થી 22 ટકા સુધી વ્યાજ આપ્યાની વિગત

Aravalli Ponzi Scheme : અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં BZ ફાયનાન્સ કૌભાંડની વચ્ચે હવે અરવલ્લી જિલ્લામાં બે કંપનીઓનું ઉઠમણું થયું છે. વિગતો મુજબ અરવલ્લી જિલ્લાની ઓમટેક અને AR કન્સલ્ટન્સીનું ઉઠમણું થયું હોવાનું સામે આવ્યું છે. મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલી બે કંપનીઓ દ્વારા ઉઠમણું કરવામાં આવતા હવે રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયાની શક્યતા છે. આ લોકો દ્વારા મહિનામાં 5 થી 22 ટકા સુધી વ્યાજ આપ્યાની વિગત પણ સામે આવી છે.

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો છે. પહેલા BZ ફાયનાન્સ કૌભાંડ કે જેમાં હજારો કરોડોનું કૌભાડે ગુજરાતમાં ચકચાર મચાવી છે. આ તરફ હવે મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલી બે કંપનીઓ ઓમટેક અને AR કન્સલ્ટન્સીનું ઉઠમણું થયું છે. જેમાં રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયાની શક્યતા છે. આ કંપની દ્વારા મહિનામાં 5 થી 22 ટકા સુધી વ્યાજ આપતા અને મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે.

વધ વાંચો : દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિવિભાગનો મોટો નિર્ણય, આ સુવિધા માટે 10 કરોડની કરી ફાળવણી

નોંધનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં BZ ફાયનાન્સ કૌભાંડમાં સંચાલકો પુરાવાનો નાશ કરીને ભૂગર્ભમાં ઉતર્યા છે. આ સાથે દુકાનોના શટરને કલર મારી દેવાયા છે. આ તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર થયા બાદ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ તરફ હવે અરવલ્લી જિલ્લામાં 2 કંપનીઓનું ઉઠમણું થતાં હવે સવાલ થઈ રહ્યો છે કે, અરવલ્લી જિલ્લામાં આવી તે કેટલી પોન્ઝી સ્કીમ છે ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli Modasa Ponzi Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ