બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aravalli-DySP-Falguni-Patel-Press-Conference

મોડાસા / DySPની અભદ્ર ટિપ્પણી મામલે, ફાલ્ગુની પટેલની પ્રેસ કોન્ફરન્સ

vtvAdmin

Last Updated: 12:36 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીના ખંભીસર ગામમાં વરઘોડો કાઢવા મામલે થયેલી માથાકૂટમાં અત્યાર સુધી બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. તો ગામમાં હાલ શાંતિ સ્થપાઈ છે. ત્યારે હજુ પણ પોલીસ બંદોબસ્ત યથાવત્ રહેશે અને પોલીસ દ્વારા ગામમાં સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે DYSP ફાલ્ગુની પટેલે નિવેદન આપ્યું છે.

 

ફાલ્ગુની પટેલે જણાવ્યું કે, અથડામણ મામલે 200થી 300 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બનાવ સમયે ફાલ્ગુની પટેલનો અભદ્ર ટિપ્પણી વાળો વીડિયો વાયરલ થયો હતો. તેના પર તેમને પોલીસ કાર્યવાહીમાં સહકાર આપવાનું જણાવ્યું હતું.

Image result for ફાલ્ગુની પટેલ

સાથે જ જણાવ્યું કે કાર્યવાહીમાં કોઈ ચૂક રહી નથી અને ભજન કિર્તન તેમજ વરઘાડોની કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનું પણ જણાવ્યું. તો આ તરફ રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, ગામમાં પોલીસ બંદોબસ્ત હજુ પણ યથાવત્ રહેશે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપવાની કાર્યવાહી ચાલુ છે અને જ્યાં સુધી દલિત સમાજના લોકો પોતાને સુરક્ષિત નહીં માને ત્યાં સુધી અહીં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli Controversy Marriage Press conference dysp falguni patel Modasa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ