બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / ara bihar Girl eloped with boyfriend made on wrong number had to return home to get Aadhaar card

ભારે કરી! / રૉંગ નંબર લાગ્યો અને પાંગર્યો પ્રેમ! BF સાથે ભાગી યુવતી, આધાર કાર્ડ લેવા પાછી આવી તો થયો કાંડ

Arohi

Last Updated: 08:39 AM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક માતાને પોતાની દિકરીના લવ અફેરમાં દખલ કરવું મોંઘું પડ્યું છે. અહીં એક પ્રેમી સાથે ફરાર થયેલી યુવતી લગ્ન કરીને પોતાના ઘરે આધાર કાર્ડ માંગવા પહોંચી હતી. માતાએ દિકરીને ઘરે જ રહેવા માટે કહ્યું અને તેને લઈને બન્નેની વચ્ચે વિવાદ થયો. અને પછી જે થયું.....

  • બિહારમાંથી સામે આવી અનોખી ઘટના 
  • રૉંગ નંબર લાગ્યો અને પાંગર્યો પ્રેમ! 
  • આધાર કાર્ડ લેવા પાછી આવેલી યુવતીએ કર્યો આવો કાંડ 

બિહારના આરામાં એક માતાને પોતાની દિકરીના પ્રેમ પ્રસંગમાં દખલ કરવું ભારે પડી ગયું છે. ઘરમાંથી ફરાર દિકરી પોતાના પ્રેમી સાથે લગ્ન કરી આધાર કાર્ડ માંગવા માતાની પાસે પહોંચી. જ્યારે માતાએ આ સંબંધનો વિરોધ કર્યો તો કળયુગની દિકરીએ પોતાના પ્રેમીની સાથે મળીને માતાને માર મારવાનું શરૂ કરી દીધુ. પ્રેમી જોડી અને માતાની વચ્ચે હાઈ વોલ્ટેડ ડ્રામા જોઈ ઘટના સ્થળ પર ભારે ભીડ ઉમડી પડી. 

હાઈ વોલ્ટેજ ડ્રામાંથી થઈ અફડાતફરી 
બન્ને મા-દિકરી ગાળોનો ઉપયોગ કરતા એક બીજા પર થપ્પડોનો વરસાદ કરતી જોવા મળી. ત્યાં જ આ ડ્રામા બાદ ત્યાં થોડા સમય માટે અફડાતફરીનો માહોલ થઈ ગયો. જોકે બાદમાં સ્થાનીક લોકોએ પ્રેમી યુગલ અને લાચારમાંને ગમે તે રીતે સમજાવીને મામલાને શાંત કર્યો. 

શું છે સમગ્ર મામલો? 
હકીકતે આરા શહેરની આનંદ નગર નિવાસી રજની કુમારીને પટના જિલ્લાના શાલિમપુર અહરા ગામ નિવાસી રાજેન્દ્રની સાથે રોન્ગ નંબર પર વાત કરતા પ્રેમ થઈ ગયો. વાત લગ્ન સુધી પહોંચી અને બન્નેએ પરિવારના વિરૂદ્ધ જઈને લગ્ન પણ કરી લીધા. તેના બાદ બન્ને પરિવારથી અલગ થઈને પટનામાં જ રહી ગયા. 

યુવતીને આધાર કાર્ડની જરૂર પડી 
આ વચ્ચે યુવતીને આધાર કાર્ડની જરૂર પડી અને તેણે પોતાની માતા પાસે આધાર કાર્ડ માંગ્યું. જેને લેવા માટે તે આરા સદર હોસ્પિટલમાં હાજર પોતાની માતાની પાસે પહોંચી. ત્યાં જ માતા અને દિકરીની વચ્ચે વિવાદ શરૂ થયો અને બન્નેની વચ્ચે મારામારી થઈ ગઈ. 

પ્રેમીએ કહી આ વાત 
આ બાજુ પ્રેમી રાજેન્દ્રની વાત માનીએ તો તેનો સંબંધ પ્રેમી સાથે એક વર્ષથી ચાલી રહ્યો હતો. બન્ને લગ્ન પણ કરી ચુક્યા છે. તેની જાણકારી પ્રેમિકાની માતાને પણ છે અને તેઓ જ તેને મારા ઘરે મુકી ગયા. આજે જ્યારે મારી પ્રેમિકા પોતાનું આધાર કાર્ડ લેવા પોતાની માતા પાસે અહીં આવી તો તેની માતા હંગામો કરતા મારઝૂડ કરવા લાગી.

જ્યારે યુવતીનું કહેવું છે કે તે મરજીથી લગ્ન કરી તેના પ્રેમી સાથે રહેતી હતી અને તે પોતાના પિયર ન હતી આવવા માંગતી. ત્યાં જ યુવતીની માતાએ કહ્યું કે તેની દિકરીએ ઘરનું નાક કપાવી દુધુ. જ્યારે આવી દિકરીને અમે નથી રાખવા માંગતા. તેની મરજી હોય તે કરે. મારો તેની સાથે હવે કોઈ સંબંધ નથી. પ્રેમી યુગલ અને માતાાની વચ્ચે મારઝુડ બાદ લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Bihar Boyfriend Girl ara આધાર કાર્ડ ક્રાઈમ બિહાર Bihar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ