બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:48 PM, 9 October 2024
દૂનિયામાંથી દરરોજ એવી એવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. કેટલીક ઘટનાઓ એવી ચોંકવનારી હોય છે કે સૌ કોઈના હોંશ ઉડાવી દે છે. હાલમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. જ્યાં 20 વર્ષની જોડિયા બહેનો એપ્રિલ અને એમેલિયા મેડિસન પોતાના અનોખા નિર્ણયને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ બહેનો માત્ર એક જ બોયફ્રેન્ડ રાખવા માંગે છે અને તેની સાથે રહેવા માંગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બાળપણથી જ એપ્રિલ અને એમેલિયાનો સંબંધ ખૂબ જ ખાસ રહ્યો છે. હવે મોટા થયા પછી બંનેએ તેમના સંબંધોમાં પણ એક જ પાર્ટનરને શેર કરવાનું નક્કી કર્યું. એક ખાનગી ન્યૂઝ સાથે વાત કરતા એપ્રિલે જણાવ્યું હતું કે, અમે બંને એક જ છોકરાને પસંદ કરીએ છીએ.
ADVERTISEMENT
આ બંને બહેનોનું કહેવું છે કે આ તેમના માટે સંપૂર્ણપણે સ્વાભાવિક છે અને તેમાં કંઈ ખાસ નથી. એપ્રિલ અને એમેલિયાએ આ નિર્ણય લીધો જ્યારે તેઓએ અલગ બોયફ્રેન્ડ બનાવવાની કોશિશ કરી પરંતુ તે શક્ય ન બની શક્યું. કારણ કે તેમના પાર્ટનર્સને તેમની વચ્ચેના ગાઢ બોન્ડિંગથી ઈર્ષ્યા થઈ ગઈ. એમેલિયાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમારા બોયફ્રેન્ડ્સ ખુશ હતા કે તેમને ડેટ કરવાની તક મળી છે. પરંતુ થોડા જ સમયમાં તેઓ એ હકીકતથી ચિડાઈ ગયા કે અમે એકબીજા સાથે આટલો સમય પસાર કર્યો. આ સમસ્યાનું સમાધાન કરવા માટે બંને બહેનોએ હવે નક્કી કર્યું છે કે તેઓ એક જ બોયફ્રેન્ડને શેર કરશે, જેથી તેમના બોન્ડિંગમાં કોઈ મુશ્કેલી ન આવે.
ADVERTISEMENT
એપ્રિલના કહેવા મુજબ, અમે ત્રણેય સાથે સમય પસાર કરી શકીએ છીએ, ફરવા જઈ શકીએ છીએ અને વાત કરી શકીએ છીએ, આનાથી કોઈને કોઈ સમસ્યા નહીં થાય. જો કે બંને બહેનો એકસાથે ડેટિંગ કરશે, પરંતુ તેઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમના બોયફ્રેન્ડને એક સમયે એક જ સાથે ઘનિષ્ઠ સંબંધો હશે. એપ્રિલે કહ્યું કે, અમારી પાસે અલગ બેડરૂમ હશે અને તે અઠવાડિયાના થોડા દિવસો મારી સાથે અને બાકીના દિવસો અમેલિયા સાથે રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો : વાસનાની ભૂખી મહિલા ટીચર! વિધાર્થીને 33000 વખત મોકલ્યા અશ્લીલ મેસેજ, પછી હદ વટાવે તેવું બન્યું
ADVERTISEMENT
આ બંને બહેનોનું કહેવું છે કે, લોકો તેમના વિશે શું વિચારે છે તેની તેમને કોઈ પરવા નથી. લોકો ઘણીવાર એવી બાબતો પર નિર્ણય લે છે જે તેઓ સમજી શકતા નથી. પરંતુ તે આપણને અનુકૂળ આવે છે અને આ આપડી લાઈફ છે. જો આપણે ખુશ હોઈએ અને કોઈને નુકસાન ન પહોંચાડતા હોય, તો આપણે બીજાના અભિપ્રાયોની પરવા ન કરવી જોઈએ. આ બહેનોની અનોખી સ્ટોરીએ દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે અને તેઓ પોતાના નિર્ણય પર સંપૂર્ણપણે અડગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.