બ્રેકિંગ ન્યુઝ
VTV / ફેશન અને સૌંદર્ય / Applying aloe vera mixed with these three things will remove blemishes, acne and wrinkles on the face
Manisha Jogi
Last Updated: 06:17 PM, 25 March 2023
ADVERTISEMENT
દરેક વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવાની ઈચ્છા રાખે છે, પરંતુ આજના સમયમાં ડાઘ ધબ્બા, ખીલ અને કરચલીઓના કારણે ફેસ બ્યુટી પર ખૂબ જ ખરાબ અસર પડે છે. અનેક લોકો આ સમસ્યાથી રાહત મેળવવા માટે કેમિકલ બેઝ્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તેના કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાંથી જે જેલ નીકળે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે ચહેરો સુંદર અને યુવાન બને છે. એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ત્વચા માટે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો?
ADVERTISEMENT
એલોવેરા અને ગુલાબજળ
એલોવેરા અને ગુલાબ જળને મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવાથી ચહેરો યુવાન અને સુંદર બને છે. ઉપરાંત રેશેઝ અને ખંજવાળ પણ દૂર થાય છે. એલોવેરા ત્વચાની એલર્જી દૂર કરવા માટે પણ ઉપયોગી છે. એલોવેરાની મદદથી ત્વચાની તમામ પરેશાનીઓ દૂર થાય છે.
એલોવેરા અને દહીં
એલોવેરા અને દહીંને ત્વચા માટે લાભકારક માનવામાં આવે છે. આ મિશ્રણનો માસ્ક તરીકે ઉપયોગ કરવામાં આવે તો ચહેરો વધુ ચમકીલો બને છે. દહીમાં રહેલ પ્રોબાયોટિક્સને કારણે ચહેરાની રંગતમાં સુધારો આવે છે. ઉપરાંત એન્ટિબેક્ટેરિયલ ગુણના કારણે ડાઘ ધબ્બા પણ દૂર થાય છે.
એલોવેરા અને મધ
એલોવેરા અને મધનું મિશ્રણ ચહેરા માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી સ્કીન વધુ સોફ્ટ બને છે. આ પેસ્ટ નિયમિતરૂપે લગાવવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા, કરચલી અને શુષ્કતા દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.