Application in High Court regarding height measurement in physical examination of gujarat police recruitment
નજીવો ફેર..! /
પોલીસ ભરતીમાં ઊંચાઈ બની વિવાદનું મૂળ, હાઈકોર્ટમાં અરજી દાખલ, લોકરક્ષક બોર્ડે કર્યું મહત્વનું ટ્વિટ
Team VTV01:31 PM, 30 Dec 21
| Updated: 04:15 PM, 03 Jan 22
પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં ઊંચાઈ માપણીને લઇને હાઈકોર્ટમાં અરજી, 10 ઉમેદવારો 2019ની ભરતીમાં થયા હતા પાસ આ કસોટીમાં ઊંચાઈને કારણે ફેલ થતા માપણી પર સવાલ ઉઠાવ્યા છે.
પોલીસ ભરતી પ્રક્રિયામાં વિવાદ
હાઇકોર્ટમાં કરાઇ અરજી
ભરતીની શારીરિક પરીક્ષાને લઇ અરજી
હાલ ચાલતી પોલીસ ભરતીમાં દોડ પાસ કરી ઊંચાઈ, વજન અને છાતી માટે નક્કી કરેલા ધારાધોરણ મુજબ ગ્રાઉન્ડ પર જ સિનિયર પોલીસ અધિકારીઑની હાજરીમાં માપણી કરવામાં આવે છે પણ ઘણા ઉમેદવારો એવા છે જે ગઈ પોલીસ ભરતીના તમામ શારીરિક પડાવમાંથી પાસ થયા હતા પરંતુ આવતે તેમની હાઈટ 3 કે 4 સેમી ઓછી આવતા ના પાસ કરવામાં આવ્યા છે. ત્યારે હવે LRD-PSI ભરતી પરીક્ષાને લઈ હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. 10 ઉમેદવારોએ હાઈકોર્ટમાં ભરતીની શારીરિક પરીક્ષાને લઇ અરજી કરી છે. ઊંચાઈની માપણીને લઈ ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો છે.
હાઇકોર્ટમાં કરાઇ અરજી
ઊંચાઈને કારણે ફેઇલ થનાર ઉમેદવારોએ અરજીમાં કહ્યું કે 2019માં શારીરિક પરીક્ષામાં ઊંચાઈમાં પાસ કરાયા હતા. જ્યારે 2021માં ચાલુ ભરતીમાં ઊંચાઈમાં ફેઇલ કરાયા છે. ત્યારે 2 વર્ષમાં ઉમેદવારોની ઊંચાઈમાં ઘટાડો થયો. અનેક ઉમેદવારોને ઊંચાઈને કારણે ફેઇલ કરાયા છે. જ્યારે બંને ભરતીમાં ઊંચાઈના માપદંડ એકસરખા જ રખાયા હતા. પુરુષો માટે 165 સેમી અને મહિલાઓ માટે 155 સેમી ઊંચાઈ રાખવામાં આવી છે. ત્યારે 2 વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં ઊંચાઈ 3થી 4 સેમી ઘટી છે. જેને લઇ 9 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારે અરજી કરી છે. અને ઉમેદવારોએ ફરીથી ઊંચાઈ માપણી માટે માગ કરી છે.યુવરાજ સિંહ જાડેજાએ સમગ્ર બાબતે કહ્યું છે કે LRDભરતીમાં તાનાશાહીને કારણે અનેક માસૂમ યુવાનોને અન્યાય થઈ રહ્યો છે.
હાઈકોર્ટ સુનાવણીમાં આપ્યો મહત્વનો આદેશ
આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ ભરતી બોર્ડને આદેશ આપ્યો છે કે શારીરિક માપણીમાં હાઇટ રિમેજરમેન્ટનો રિપોર્ટ રજૂ કરવો. અને તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ ફરી કરાવવા નિર્દેશ કરાયા છે. તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરી કરાવવા નિર્દેશ કરાયા છે. અને ઉમેદવારોની શારીરિક માપણી યોગ્ય હશે તો લેખિતમાં બેસવાનો અધિકાર મળશે.
ઉમેદવારો દ્વારા વિરોધ કેમ?
ઉમેદવારોને 2019માં શારીરિક પરીક્ષામાં ઊંચાઈમાં પાસ કરાયા હતા
2021માં ચાલુ ભરતીમાં ઊંચાઈમાં ફેઇલ કરાયા છે
ઉમેદવારોએ સવાલ કર્યો કે 2 વર્ષમાં ઉમેદવારોની ઊંચાઈમાં ઘટાડો થયો?
બંને ભરતીમાં ઊંચાઈના માપદંડ એકસરખા જ રખાયા હતા
પુરુષો માટે 165 સેમી અને મહિલાઓ માટે 155 સેમી ઊંચાઈ રખાઇ હતી
2 વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં ઊંચાઈ 3થી 4 સેમી ઘટી
ઉમેદવારોએ ફરીથી ઊંચાઈ માપણી માટે માગ કરી
પરીક્ષા સ્થળે ઉમેદવારોની દલીલ સાંભળવામાં આવી ન હોવાનો પણ આરોપ
ઉમેદવારો કોલ લેટરની સુચના 14 જુએ. ઉમેદવાર વજન ઉંચાઇ છાતી અંગે તે જ વખતે અપીલ કરી શકે છે. અપીલ બોર્ડ એક SP DySP તથા PI નું હોય છે. મેદાન છોડ્યા પછી અપીલ નહીં થઈ શકે.
અપીલ પછી ફરી માપણીની કોઈ જોગવાઈ નથી. આ બાબતે ઉમેદવારો બોર્ડની કચેરીના ધક્કા ન ખાય.#LRD#LRDS
લોકરક્ષક દળના ચેરમેનનું શું કહેવું છે?
ઉમેદવારો કોલ લેટરની સુચના 14 જુએ. ઉમેદવાર વજન ઉંચાઇ છાતી અંગે તે જ વખતે અપીલ કરી શકે છે. અપીલ બોર્ડ એક SP DySP તથા PI નું હોય છે. મેદાન છોડ્યા પછી અપીલ નહીં થઈ શકે.અપીલ પછી ફરી માપણીની કોઈ જોગવાઈ નથી. આ બાબતે ઉમેદવારો બોર્ડની કચેરીના ધક્કા ન ખાય.
ક્યારે હશે લેખિત પરીક્ષા?
લોકરક્ષકની લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે. પરીક્ષા ફેબ્રુઆરીના અંત ભાગમાં અથવા માર્ચની શરૂઆતમાં લેવાની સંભાવના છે. તારીખ નક્કી કરી અગાઉથી જણાવવામાં આવશે.