બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / application for haj 2021 cancelled

નિર્ણય / આ વર્ષે હજ પર નહીં જઈ શકે ભારતીય, કોરોનાના કારણે અરજીઓ થઈ રદ્દ

Arohi

Last Updated: 07:05 PM, 15 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજ પર જતા ભારતીય મુસ્લિમ નાગરિકોની દરેક અરજી રદ્દ કરી દેવામાં આવી છે.

  • ભારતીય મુસ્લિમ નાગરિકોની અરજી રદ્દ
  • સંક્રમણના કારણે ફક્ત સાઉદીના નાગરીકો જ હજ પર જવાની પરવાનગી
  • કોરોના ગાઈડલાઈન અનુસાર કોરોના ટેસ્ટ રહેશે જરૂરી 

હજ પર જતા ભારતીય મુસ્લિમ નાગરિકોની દરેક અરજી રદ્દ કરી દેવામાં આવી છે. હજ કમિટીના હવાલે ANIએ જાણકારી આપી છે. હજ કમિટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે સાઉદી અરબની તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે ફક્ત સાઉદીના નાગરીકો જ હજ કરવા જઈ શકશે. એ પણ એક સિમીત સંખ્યામાં. એવામાં આંતરરાષ્ટ્રીય હજને રદ્દ કરી દેવામાં આવી છે. સાઉદી અરબના એક નિર્ણય હાદ હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ 2021ના દરેક અરજીને રદ્દ કરી દીધી છે. 

60 હજારથી વધુ લોકોને હજની અનુમતિ નહીં
મહત્વનું છે કે બે દિવસ પહેલા સાઉદી અરબે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે 60 હજારથી વધુ લોકોને હજની અનુમતિ નહીં આપવામાં આવે અને સ્થાનીક લોકો જ હજ પર જઈ શકશે. સરકાર દ્વારા સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીએ હજ અને ઉમરા મંત્રાલયનો હવાલો આપતા એક નિવેદનમાં આ ઘોષણા કરી છે. 

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે હજ જુલાઈના મધ્યમાં શરૂ થશે. તેમાં 18થી 65 વર્ષના લોકો ભાગ લઈ શકશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હજ યાત્રિઓ માટે વેક્સિન લેવી ફરજીયાત રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સાઉદી અરબ એ વાતની પુષ્ટિ કરે છે કે તેમણે હાજીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા અને તેમના દેશોની સુરક્ષા વિષે સતત વિચાર કર્યા બાદ આ નિર્ણય લીધો છે."

દર વર્ષે લગભગ 20 લાખ મુસલમાનો હજ કરે
ગયા વર્ષે સાઉદી અરબમાં પહેલાથી રહેતા લગભગ એક હજાર લોકોને હજ માટે પસંદ કરવામાં આવ્યા છે. સામાન્ય સ્થિતિમાં દર વર્ષે લગભગ 20 લાખ મુસલમાનો હજ કરે છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હજ યાત્રાને લઈને મૂંઝવણની વચ્ચે કહેવામાં આવ્યું હતું કે હજ યાત્રાને લઈને સાઉદી અરબ જે નિર્ણય કરશે. ભારત તે નિર્ણયની સાથે ઉભો રહેશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Application Cancelled haj 2021 હજ haj
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ