નવી દિલ્હી: સાઉથ કોરિયન કંપની સેમસંગ ખૂબ જ સમયથી ફોલ્ડેબલ સ્ક્રીન વાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. પરંતુ અત્યાર સુધી કથિત Galaxy X કોન્સેપ્ટ પણ આવ્યો નથી. જો કે હવે માહિતી મળી રહી છે કે એપલ આ રસેમાં આવવાની છે. રિપોર્ટ પ્રમાણે એપલ ફોલ્ડેબલ iphone લાવવાની તૈયારીમાં છે.
બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે કહ્યું છે કે કંપની એશિયન પાર્નર્સની સાથે ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહી છે. બેંક ઓફર અમેરિકાના સિનિયરઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું છે કે અમને એવો અંદાજો છે કે એપલ ફોલ્ડેબલ આઇફોન માટે સપ્લાયર્સની સાથે કામ કરી રહી છે જેને ટેબલેટમાં ફેરવી શકાય છે. એને 2020 સુધીમાંલોન્ચ કરવામાં આવી શકે છે.
એક્સપર્ટનું માનવું છે કે ફોલ્ડેબલ સ્ક્રીન વાળા સ્માર્ટફોન વાળા સમયમાં ટ્રેંડ બનશે જેનાથી નાની મોટી કંપનીઓ ફોલો કરશે. આ પહેલા લેનોવો અને સેમસંગના ફોલ્ડેબલ સ્ક્રીન સાથે ડિવાઇસનો કન્સેપ્ટ રજૂ કરવામાં આવશે. હુઆવે પણ ફોલ્ડેબલ સ્માર્ટફોનની ઉપર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કરી રહ્યું છે અને શક્ય છે કે એક સાથે ઘણી કંપનીઓને ફોલ્ડેબેલ સ્ક્રીન વાળા સ્માર્ટફોન જોવા મળશે.