બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:45 PM, 13 December 2024
12 ડિસેમ્બર 2024એ Appleનો IPO આવ્યાના આખા 44 વર્ષ થઈ ગયા છે. જો તમને તે સમયે IPOના આજે હજાર ડોલર એટલે 85000 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હોત તો આજે તમારી પાસે 2100 કરોડ રૂપિયાથી વધારે હોત.
ADVERTISEMENT
જણાવી દઈએ કે Appleનો IPO જ્યારે લિસ્ટ થયો હતો, ત્યારે આના શેરની કિંમત માત્ર 22 ડોલર હતી. ત્યારે એપલના શેર 44 વર્ષમાં 5 વખત વિભાજિત થયા છે, આવી સ્થિતિમાં એક શેરની કિંમત 0.10 ડોલર છે. અત્યારે કંપનીની વેલ્યૂ 3.74 ટ્રિલિયન ડોલર છે જે Appleના ઇનોવેશન અને ટેક પ્લાનિંગને દર્શાવે છે.
ADVERTISEMENT
Apple નું શેયર પ્રદર્શન
44 વર્ષો દરમિયાન Appleએ તેના ઈન્વેસ્ટરોને ચોકાવનારું રિટર્ન આપ્યું છે. જે લોકોએ IPO સમયે $1000નું ઇન્વેસ્ટ કર્યું હતું, તેમાં ઇન્વેસ્ટની કિંમત આજે લગભગ $2.5 મિલિયન સુધી પહોંચી ગઈ છે. આ શાનદાર વૃદ્ધિનો શ્રેય કંપનીના વારંવાર શેર વિભાજનને જાય છે.
ક્યારે-ક્યારે સ્પ્લીટ થયા શેર
એપલના શેર 1987, 2000, 2005માં સ્પ્લીટ થયા, જેમાં બે શેર ધારકોને એક બોનસ મળ્યું. 2014માં સાત શેર બદલાતા એક શેર મળ્યો અને 2020માં ચાર શેરના બદલામાં એક શેર બોનસ રૂપે મળ્યો. એવામાં શેરધારકો પાસે 224 ઘણા વધી ગયા.
12 ડિસેમ્બરે એપલનો શેર
12 ડિસેમ્બરે Appleના શેર $250.42 સુધી પહોંચ્યા, જે આનું અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે. Appleની સફળતાનો મુખ્ય આધાર ઈનોવેટેડ વિચાર અને ક્વોલિટીના કારણે મળ્યું છે. આ દરમિયાન Apple એ iPhone, iPad અને MacBook જેવા ક્રાંતિકારી પ્રોડક્ટ્સ બજારમાં Appleની સ્થિતિને મજબૂત બનાવી છે.
આ પણ વાંચો : સસ્તા ભાવે સોનું ખરીદવાની તક ચુકતા નહીં! ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
લોંગ ટર્મ પ્લાનિંગ પર Apple એ કર્યું કામ
Appleનું હાર્ડવેર અને સોફ્ટવેરનો સંકલિત અભિગમ તેને સ્પર્ધકોથી અલગ પાડે છે. પ્રીમિયમ ક્વોલિટી અને ગ્રાહક અનુભવે Appleને એક પ્રતિષ્ઠિત બ્રાન્ડના રૂપે બનાવી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.