એપલે છેલ્લા કેટલાય દિવસોથી જેની ચર્ચા હતી તે આઇફોન SE 2 લોન્ચ કરી દીધો છે. જે આઇફોન SEનું અપગ્રેડ કરેલું વર્ઝન છે. ફોનની શરુઆતની કિંમત એટલે કે 64 જીબી વેરિએન્ટની કિંમત 42,500 રૂપિયાની આસપાસ હશે. SE 2 ની ડિઝાઇન આઇફોન 8 જેવી જ છે.આ ફોન ભારતમાં કયારે મળશે તેની કોઇ જાહેરાત થઇ નથી.જોકે લોકડાઉન ખુલે પછી કંપની તેની જાહેરાત કરે તેવી શકયતા છે.
નવા આઇફોનમાં 4.7 ઇંચની રેટિના ડિસ્પ્લે છે. આ ઉપરાંત રીઅર પેનલ પર સિંગલ કેમેરા છે. એપલે આ સસ્તા એથવા તો બજેટ આઇફોનમાં તેના સૌથી લેટેસ્ટ એ 13 બાયોનિક પ્રોસેસર આપ્યું છે. આઇફોન SE અંગે એપલ કહે છે કે તે સીંગલ કેમેરા સાથેનો સૌથી શક્તિશાળી આઇફોન છે. બજેટ ફોન હોવા છતાં SE મોડલમાં HDR 10 પ્લેબેક અને ડોલ્બી વિઝન ફિચર છે.
source : apple.com
તેનો રીઅર કેમેરા 12 મેગાપિક્સલનો છે અને તેનું એપર્ચર F/ 1.8 છે. મેઇન કેમેંરા થી 4K વિડિયો શુટ થઇ શકે છે. સેલ્ફી માટે તેમાં 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.આ કેમેંરા માં HDR અને પોટ્રેટ મોડ પણ છે. IP 67ના રેટિંગ સાથે આ ફોન વોટર અને ડસ્ટપ્રૂફ છે. આઇફોન SE 2 બ્લેક, વ્હાઇટ અને રેડ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. એપલનો દાવો છે કે તેમાં પાવરફુલ બેટરી આપવામાં આવી છે.
source : apple.com
ફોનની બોડી ગ્લાસ એરોસ્પેસ ગ્રેડ એલ્યુમિનિયમથી બનેલી છે. ફોનમાં વાયરલેસ ચાર્જિંગ માટે પણ સપોર્ટ છે. SE 2 ની બેટરી 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થાય છે. જોકે આ માટે યુઝરે 18 વોટનું ચાર્જર અલગથી ખરીદવું પડશે. ફોનમાં ડ્યુઅલ સિમ માટે સપોર્ટ છે, જેમાંથી એક સિમ ઇ-સિમ હશે. આ ફોન 64 જીબી, 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. ફોનની શરુઆતની કિંમત એટલે કે 64 જીબી વેરિએન્ટની કિંમત 42,500 રૂપિયાની આસપાસ હશે. SE 2 ની ડિઝાઇન આઇફોન 8 જેવી જ છે. આ ફોન ભારતમાં કયારે મળશે તેની કોઇ જાહેરાત થઇ નથી. જો કે લોકડાઉન ખુલે પછી કંપની તેની જાહેરાત કરે તેવી શકયતા છે.