apple launched an in home repair program for iphones
સુવિધા /
Appleના ગ્રાહકો માટે ખુશખબર, ઘર આંગણે આવીને આપશે આ ખાસ સર્વિસ
Team VTV10:28 PM, 04 Feb 20
| Updated: 10:00 AM, 05 Feb 20
જો તમને એ વાતને લઇને ફરિયાદ છે કે સર્વિસ સેન્ટરમાં સમય ખૂબ જ બરબાદ થાય છે અથવા તમે સર્વિસ સેન્ટર જવા ઇચ્છતા નથી તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે ટેક્નોલોજીની દિગ્ગજ કંપની એપલે હવે હોમ સર્વિસની જાહેરાત કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો એપલ હવે તમને ઘરે આવીને iPhone, આઇપેડ, લેપટૉપ અથવા મેકબુકને રિપેર કરશે.
ટેક્નોલોજીની દિગ્ગજ કંપની એપલે હવે હોમ સર્વિસની જાહેરાત કરી છે
એપલ હવે તમને ઘરે આવીને iPhone, આઇપેડ, લેપટૉપ અથવા મેકબુકને રિપેર કરશે
Appleના સપોર્ટ પેજ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે એપલના સત્તાવાર એન્જીનિયર તમારા ઘરે આવીને ગેજેટ રિપેર કરશે. જો તમને એપલની કોઇ પ્રોડક્ટથી ફરિયાદ છે તો તમારે એપલના સપોર્ટ પેજ પર જઇને પ્રોડક્ટને સિલેક્ટ કરવી પડશે અને ત્યારબાદ સમસ્યા જણાવી પડશે. એપલની આ નવી સર્વિસ હાલ શિકાગો, ડાલાસ, હૉસ્ટન, લૉસ એન્જલસ અને સેન ફ્રાંસિસ્કોમાં ઉપલબ્ધ છે. આશા છે કે જલ્દીથી એને અન્ય દેશોમાં પેશ કરવામાં આવશે.
જણાવી દઇએ કે એપલે તાજેતરમાં બે વર્ષ બાદ ભારતીય બજારમાં પોતાના સૌથી ખાસ સ્માર્ટ સ્પીકર હોમપૉડ લૉન્ચ કરી દીધું છે. તમને જણાવી દઇએ કે 2017માં એપલે આ સ્માર્ટ સ્પીકરને ગ્લોબલ લેવર પર ઊતાર્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. પરંતુ એ દરમિયાન આ પ્રોડક્ટને ભારતમાં લૉન્ચ કરવામાં આવી નહતી.
તો બીજી બાજુ હવે એપલ હોમપૉડનું પેજ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ લાઇવ થઇ ગયું છે. જો કે કંપનીએ હવે એને આ ડિવાઇસની સેલને લઇને વધારે જામકારી શેર કરી નથી.