બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / iPhone 16 નો સેલ આજથી શરૂ, લેતા પહેલા વાંચો ફર્સ્ટ રીવ્યુ, જાણો ખર્ચો કરાય કે નહીં
Last Updated: 01:49 PM, 20 September 2024
આઈફોન 16 પ્રો યુઝ કરતા જાણવા મળ્યું કે તેમાં એપલ ઈન્ટેલિજેન્સ નથી. તેના વિશે કંપનીએ લોન્ચ ઈવેન્ટમાં માહિતી આપી બતી. એપ ઈન્ટેલિજેન્સ સોફ્ટવેર અપડેટની સાથે થોડા મહિના પછી આવશે.
ADVERTISEMENT
ગઈ વખતની જેમ આ વખતે ટાઈટેનિયમ ડિઝાઈન છે. આ વખતે સેરેમિક શીલ્ડ છે. કંપનીએ દાવો કર્યો છે, આ ફોન બીજા ફોન કરતા ઘણો મજબૂત છે.
ADVERTISEMENT
આઈફોન 16 પ્રો- કેમેરા કંટ્રોલ
આઈફોન 16 પ્રોને યુઝ કર્યા પછી જાણવા મળ્યું કે તે કેવો છે. આઈફોન 16 પ્રોની ડિઝાઈનમાં કોઈ ફેરફાર નથી. ગઈ વખતની જેમ આ વખતે પણ કંપનીએ નવા આઈફોનમાં એક નવું બટન એડ કર્યું છે જેને કંપની કેમેરા કંટ્રોલ કહે છે. આ બટન આપ્યા પછી આઈફોનમાં ટોટલ 5 બટન થઈ ગયા છે. એક સમય હતો જ્યારે બટન વગર આપણે આઈફોનની રાહ જોતા હતા પરંતુ હવે બટન વધી રહ્યા છે.
રાત્રે બ્રશ નહીં કરો તો દાંત તો ખરાબ થશે જ સાથે હ્રદય રોગનું જોખમ પણ વધશે! | Fit N Fine
પહેલા એક્શન બટને અલર્ટ સ્લાઈડરને રિપ્લેસ કર્યું હતું પરંતુ એક્શન બટનને કસ્ટમાઈઝ કરવામાં નથી આવ્યું. તેથી કેમેરા કંટ્રોલને લોકો કેટલું પસંદ કરે છે તે આવનાર સમયમાં જાણવા મળશે.
કેપેસિટિવ ટચ
કેમેરા કંટ્રોલ ફોનના રાઈટ સાઈડ હોમ બટનની નીચે તરફ આપવામાં આવ્યું છે. હકીકતમાં આ બટન કેપેસિટિવ ટચની સાથે આવે છે જેનાથી લાઈટ પ્રેસ કરવાના કેટલાક ઓપ્શન અનેબલ થાય છે.
કેમેરા કંટ્રોલ બટનથી તમે ઝૂમ ઈન ઝૂમ આઉટ, એક્સપોઝર એડજસ્ટ, કલર ટોન, સ્ટાઈલ અને ડેપ્થ કંટ્રોલ કરી શકો છો. તમારે કેમેરા કંટ્રોલની ઉપર ફિંગર સ્વાઈપ કરવું પડશે.કંપની આ આપીને ટ્રેડિશન કેમેરા શટર બટનને મિમિક કરવા માગે છે. પરંતુ સમસ્યા એ છે કે, લોકો હવે વર્ટિકલ વીડિયો અને ફોટો ક્લિક કરે છે ત્યારે આવી સ્થિતિમાં પ્લેસમેન્ટના કારણે લોકો ઓછું યુઝ કરે.
વધુ વાંચોઃ- ભૂલવાની આદતને નજરઅંદાજ ન કરો, આ ખતરનાક બીમારીથી જીવનું જોખમ
કેમેરા કંટ્રોલ પણ અનફિનિશ્ડ લાગે છે. આવું એટલા માટે છે કેમ કે તે ટ્રેડિશનલ કેમેરાની ટૂ સ્ટેજ શટર બટનની જેમ કામ નથી કરતું. ટ્રેડિશનલ DSLR કેમેરામાં ટૂ સ્ટેજ શટર બટન હોય છે જ્યાં હાફ પ્રેસથી ફોકસ અને ફૂલ પ્રેસથી શોર્ટ લઈ શકાય છે. આમાં આવું નથી પરંતુ એપલે જણાવ્યું કે, ફીચર સોફ્ટવેર અપડેટની સાથે આવશે, ક્યારે આવશે તે સ્પષ્ટ નથી.
આઈફોન 16 પ્રો કેમેરા
ડિઝાઈનમાં ભલે કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હોય પરંતુ કેમેરામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ આ વખતે કેમેરા સેટઅપની સાથે ફ્યુજન કેમેરા નામ આપ્યું છે. હવે અહીં 48-48 મેગાપિક્સલ બે કેમેરા લેન્સ મળે છે અને 12 મેગાપિક્સલનો એક પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ છે. હવે તમે 120fps પર 4k વીડિયો રેકોર્ડ કરી શકો છો. તમે સ્લો મોશન શોર્ટ પણ બનાવી શકો છો.
હવે તમે 5* સુધી ફોટો હાઈ ક્વોલિટીમાં ક્લિક કરી શકો છો. અહીં કોઈપણ રીતે ક્વોલિટી કોમ્પ્રોમાઈઝ નહીં થાય. અત્યાર સુધીના યુઝમાં ફોટો અને વીડિયોનો અનુભવ ઘણો સારો છે. તમે ફોનમાં ફિલ્મ અથવા ડોક્યુમેટરી સારી રીતે શૂટ કરી શકો છો. કેમ કે પ્રો રેજ પણ સારી છે. જો કે, ટેલીફોટો અને વાઈડ એન્ગલ લેન્સ જોરદાર છે. પરંતુ આઈફોન 15 પ્રોની સરખામણીએ આ ફોટોઝમાં ફરક કરવો મુશ્કેલ છે.
ઓડિયો મિક્સ ફીચર
ઓડિયો મિક્સ નવું ફીચર છે, અહીં તમે સ્ટાન્ડર્ડ, ઈન ફ્રેમ, સ્ટૂડિયો અને સિનેમેટિક સિલેક્ટ કરી શકો છો. કોઈપણ વીડિયોના ઓડિયોને એડિટ કરીને તમે નેકસ્ટ લેવલ પર જઈ શકો છો જેવું ફિલ્મોમાં થાય છે તેવું. ભલે એપલ ઈન્ટેલિજેન્સ ફીચર અપડેટની સાથે આવશે પરંતુ ફોટો એડિટિંગ માટે એક સારું ફીચર આપવામાં આવ્યું છે. ફોટો એડિટ કરવાના ઓપ્શનમાં એક સ્ટાઈલ ઓપ્શન આપવામાં આવ્યું છે. સ્ટાઈલ આઈકોન પર ટચ કરતા જ એક કંટ્રોલ ઓપન થશે. આ કંટ્રોલથી તમે ફોટોનો કલર એડજસ્ટ કરી શકો છો.
A18 અને એપલ ઈન્ટેલિજેન્સ
આઈફોન 16 પ્રોમાં A18 પ્રો ચિપસેટ આપવામાં આવી છે જે A17 પ્રોથી ફાસ્ટ છે. પરંતુ નોર્મલ યુઝમાં આઈફોન 15 પ્રો અને આઈફોન 16 પ્રોના પરફોર્મન્સ અને સ્પીડમાં વધારે કોઈ ફરક જોવા નથી મળી રહ્યો. કદાત એપલ ઈન્ટેલિજેન્સ આવ્યા પછી આ પ્રોસેસરનું પોન્ટેશિયલ અનલોક થઈ શકે છે. કંટ્રોલ સેન્ટરને કસ્ટમાઈઝ કરવાનું હોય કે પછી હોમ સ્ક્રિન પર આઈફોન્સને મૂવ કરવાનું હોય. એપની ફેસ આઈડીને લોક કરી શકાય છે. આઈફોન યુઝ કરીને macOSSuqouaમાં ડાયરેક્ટ ફોન ચલાવી શકાય છે. ડાર્ક મોડમાં પણ તમામ એપ્સના આઈકોન ડાર્ક કરી શકાય છે.
આઈફોન 16 પ્રોઃ બટન લાઈન
આઈફોન 16નો કેમેરા જોરદાર છે. બેઝલ્સ ઘણા ઓછા થઈ ગયા છે અને ડિસ્પ્લે એરિયા વધી ગયો છે. 15 પ્રોની સરખામણીએ તે મોટો લાગે છે. આઈઓએસ 18માં ઘણા કામના ફીચર્સ છે. જો કે આ ફોન તે લોકો માટે સારો છે જેમની પાસે આઈફોન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.