બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આઈફોન યુઝર્સ માટે માઠા સમાચાર, એપલે બદલી પોલિસી, આ ફ્રી સુવિધા હવે નહીં મળે

ભારે કરી.. / આઈફોન યુઝર્સ માટે માઠા સમાચાર, એપલે બદલી પોલિસી, આ ફ્રી સુવિધા હવે નહીં મળે

Last Updated: 09:44 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલે તેની વોરંટી પોલિસીમાં ફેરફાર કર્યો છે જેના હેઠળ સિંગલ હેરલાઇન ક્રેક્સને સ્ટાન્ડર્ડ વોરંટી હેઠળ આવરી લેવામાં આવશે નહીં. આ ફેરફાર iPhone અને Apple Watch પર લાગુ થશે.

એપલ યુઝર્સ માટે હાલમાં માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જી હાં એપલ કંપનીએ હાલમાં તેની એક પોલિસીમાં ફેરફાર કર્યો છે. જેના પગલે યુઝર્સને થોડી મુશ્કેલી પડશે. તમને ખ્યાલ જ હશે કે એપલ મોબાઈલની કિંમત ભારતમાં ખુબ જ વધારે છે. જેના પગલે આ ફોનની વોરંટી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે જો તમારા કોઈ ફોનમાં કોઈ સમસ્યા ઉભી થાય છે તો તેને રિપેર કરાવવું ખૂબ જ મોંઘું છે. જો કે, Apple તમને એક વર્ષની વોરંટી આપે છે. જેને તમે થોડા વધુ પૈસા ચૂકવીને 2 વર્ષ સુધી વધારી શકો છો. પરંતુ આજે અમે એપલની વોરંટી પોલિસીમાં કરવામાં આવેલા ફેરફારો વિશે વાત કરી રહ્યા છીએ જેના પછી તમારા Apple iPhone અને Apple Watch પરની સિંગલ હેરલાઇન ક્રેકને સ્ટાન્ડર્ડ વોરંટી હેઠળ આવરી લેવાથી દૂર કરવામાં આવી છે.

apple

એપલ દ્વારા એપલ સ્ટોર પર પોલિસીમાં આ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. પોલિસીમાં આ ફેરફાર બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે જો Apple iPhone અથવા Apple Watchમાં એક પણ હેરલાઈન ક્રેક થાય છે તો તમારે તેને રિપેર કરવા માટે પૈસા ખર્ચવા પડશે. જે અગાઉ સંપૂર્ણપણે મફત હતું, કારણ કે વોરંટી પોલિસી હેઠળ તેને મફતમાં રિપેર કરી શકાતું હતું. એપલ આઇફોન અને વોચના સિંગર હેરલાઇન કવરને વોરંટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. પરંતુ સારી વાત એ છે કે આ સેવા હજુ પણ આઈપેડ અને મેક યુઝર્સ માટે કામ કરતી રહેશે.

વધુ વાંચો : જૂના ફોનની સ્પીડ ઘટી ગઈ છે? આ ટ્રિક્સ આવી શકે છે કામ, વધી જશે ફોનની સ્પીડ

આ સાથે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા પૈસા બચાવી શકો છો. એપલ મોબાઈલ ખૂબ ખર્ચાળ છે, તેથી જો તે નુકસાન અથવા તૂટી જાય, તો ઘણા પૈસા ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં તમારે પ્રોટેક્શન પ્લસ પ્લાન લેવો જોઈએ. આ સાથે તમારા iPhone ને 1 વર્ષ માટે પ્રોટેક્શન મળશે અને આ પ્લાનની શરૂઆતી કિંમત 4299 રૂપિયા છે. iPhone સિવાય, આ સેવા iPad, iPod, Mac, Homepod વગેરે જેવા ઉપકરણો માટે પણ ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Applechangedwarrantypolicy Apple warrantypolicy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ