ટેકનોલોજી / એપલે બે વર્ષ બાદ લોન્ચ કર્યું સ્માર્ટ સ્પીકર ‘હોમપોડ’

Apple brings smart speaker HomePod in India

અત્યારે વાયરલેસ બ્લુટુથ ઇયરફોન અને સ્માર્ટ સ્પીકર્સનો જમાનો છે. આ ડિવાઇસ દુનિયાભરમાં અને ભારતમાં પણ વધુને વધુ વેચાઇ રહ્યા છે. ત્યારે અમેરિકન ટેક જાયન્ટ એપલે પણ સ્માર્ટ સ્પીકરની રેસમાં ઝંપલાવ્યું છે. એપલે બે વર્ષ પછી સ્માર્ટ સ્પીકર હોમપોડ લોન્ચ કર્યું છે. એપલે 2017માં આ સ્માર્ટ સ્પીકરને રજુ કર્યું હતું. લોકોએ પણ તેને પસંદ કર્યું હતુ,જોકે ત્યારે એપલે તેને ભારતમાં લોન્ચ કર્યું ન હતું. પરતું હવે હોમપોડ ભારતમાં પણ મળતું થઇ જશે. એપલની વેબસાઇટ પર હોમપોડ દેખાય છે. જોકે વેચાણ કયારથી શરુ થશે તેની કોઇ જાણકારી નથી અપાઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ