બ્રેકિંગ ન્યુઝ
VTV / Appeal of Gujarat Police to make seat belt mandatory
Dinesh
Last Updated: 11:55 PM, 15 March 2023
ADVERTISEMENT
હાલ તમામ કારમાં એર બેગ આવી ગઇ છે. જે ચાલકે સીટ બેલ્ટ બાંધ્યો હશે અને તેની કારનો અકસ્માત થશે તો એર બેગની મદદથી તે બચી શકે છે પરંતુ જો સીટ બેલ્ટ બાંધ્યો નહીં હોય અને અકસ્માત થયો તો એર બેગ ખૂલશે નહીં. જેથી અકસ્માત સર્જાય અને એર બેગ મદદરૂપ સાબિત થાય તે માટે ફરજિયાત સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે.
Seatbelt laga #naatu….@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @RRRMovie pic.twitter.com/o1I13Ol7w2
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 13, 2023
ADVERTISEMENT
સીટ બેલ્ટ લગા‘ના ટુ’
RRR ફિલ્મના ‘નાટુ નાટુ’ સોંગને ઓસ્કાર એવોર્ડ મળતાંની સાથે ભારતે ઇતિહાસ સર્જી દીધો છે. ગઈ કાલથી સોશિયલ મીડિયા પર ‘નાટુ નાટુ’ સોંગની ચર્ચા જોવા મળી છે. RRR ફિલ્મનાં સોંગને મળેલા ઓસ્કાર એવોર્ડને અવેરનેસમાં તબદિલ કરવા માટે ગુજરાત પોલીસે યુનિક આઇડિયા શોધી નાખ્યો છે. જે ગીત ગઇ કાલથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. કાર ચાલકો ફરજિયાત સીટ બેલ્ટ બાંધે તે માટે ગુજરાત પોલીસે RRR ફિલ્મના અભિનેતા રામચરણ અને જુનિયર એનટીઆર કારમાં સીટ બેલ્ટ બાંધીને ડ્રાન્સની મુદ્દામાં છે તેમજ વચ્ચે એવોર્ડની ટ્રોફીવાળો ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. જેમાં લખ્યું છે કે સીટ બેલ્ટ લગા‘ના ટુ’.
રાજ્યમાં રોજ અકસ્માતની ઘટના દિવસને દિવસે વધી રહી છે. તેમાંય હાઇવે ઉપર તો દર એકાદ બે દિવસે ગોજારા અકસ્માત થતા હોય છે. કેટલીક વખત વાહનચાલકોનાં મોત થાય છે તો કેટલીક વખત રાહદારીઓનાં અકસ્માતમાં કરુણ મોત થતાં હોય છે. અકસ્માતના કારણે રાજ્યના રસ્તા અનેક વખત રક્તરંજિત થાય છે તેમ છતાંય વાહનચાલકોમાં જોઇએ તેવી સેન્સ નથી આવતી. વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વગર, સીટ બેલ્ટ બાંધ્યા વગર તેમજ અનેક ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરીને વાહન હંકારતા હોય છે.
જ્યારે પણ કારના અકસ્માતમાં ડ્રાઇવર સહિતનાં લોકોનાં મોત થાય છે ત્યારે તેઓએ સીટ બેલ્ટ પહેર્યો ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવતું હોય છે. વાહનચાલકોમાં ટ્રાફિકની સેન્સ આવે તે માટે પોલીસ અવારનવાર ડ્રાઇવ યોજતી હોય છે અને અવેરનેસ કેમ્પ પણ કરતી હોય છે. પોલીસની અનેક મહેનત બાદ પણ વાહનચાલકોમાં જોઇએ તેવી ટ્રાફિક સેન્સ આવતી નથી.
ફાયદો ગુજરાત પોલીસે ઉઠાવ્યો
ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી, જ્યારે કારચાલકો સીટ બેલ્ટ બાંધતા નથી. સીટ બેલ્ટ ન બાંધવાના કારણે ડ્રાઇવર અને તેની સાથે બેઠેલા લોકોનાં અકસ્માતે મોત થતાં હોય છે. સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે ત્યારે લોકો આ નિયમની ઐસી કી તૈસી કરી રહ્યા છે. પોલીસ સોશિયલ મીડિયામાં સખત એક્ટિવ છે અને લોકોમાં સતર્કતા આવે તે માટે હંમેશાં પ્રયત્નો કરતી હોય છે. ગઇ કાલે RRR ફિલ્મનાં નાટુ નાટુ સોંગને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. જેનો ફાયદો ગુજરાત પોલીસે ઉઠાવ્યો છે. ફિલ્મના અભિનેતા રામચરણ અને જુનિયર એનટીઆર કારમાં બેઠા છે અને તેમની પાસે ઓસ્કાર એવોર્ડ છે. આ ફોટોગ્રાફ્સની ખાસિયત એ છે કે બંને અભિનેતાએ સીટ બેલ્ટ બાંધ્યો છે અને ડાન્સની મુદ્રામાં બેઠા છે. આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ ગુજરાત પોલીસે ભરપુર કર્યો છે. ગુજરાત પોલીસે આ ફોટોગ્રાફ્સ પર લખાણ લખ્યું છે કે સીટ બેલ્ટ લગા ‘ના ટુ’.
ફોટોગ્રાફ્સ ધૂમ મચાવી રહ્યો છે
પોલીસ તેમજ લોકોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી: પોલીસ કર્મચારી, તેમજ લોકોએ ગુજરાત પોલીસની આ પોસ્ટને સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ કરી છે. ફેસબુક સ્ટેટસ, વોટ્સએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસે મૂકેલો આ ફોટોગ્રાફ્સ ધૂમ મચાવી રહ્યો છે. આ ફોટોગ્રાફ્સ તમામ કારચાલકોને સીટ બેલ્ટ પહેરવાનો સંદેશો આપી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.