બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:31 PM, 7 September 2021
ADVERTISEMENT
કોરોના વાયરસ મહામારીની બીજી લહેર આવ્યા બાદ પણ ભારતીય કંપનીઓ આ વર્ષે પોતાના કર્મચારીઓના વેતનમાં આસરે 8.8 ટકાનો વધારો કરશે. ત્યાં જ આવતા વર્ષે એટલે કે 2022માં 9.4 ટકા પગાર વધારો કરવામાં આવશે.
98.9 ટકા કંપનીઓ પોતાના કર્મચારીઓના વેતનમાં વધારો કરશે
એઓને મંગળવારે જાહેર કરેલા 26માં વાર્ષિક વેતન વૃદ્ધિના સર્વે અનુસાર, 2022ને લઈને મોટાભાગની કંપનીઓ આશાવાદી છે. આવતા વર્ષે 98.9 ટકા કંપનીઓ પોતાના કર્મચારીઓના વેતનમાં વધારો કરશે. ત્યાં જ 2021માં 97.5 ટકા કંપનીઓ કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની વાત કહી રહી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ ક્ષેત્રોની ધારણા સકારાત્મક છે અને ભારતીય કંપનીઓ પુનઃરૂદ્ધારની રાહ પર છે. મોટાભાગની કંપનીઓનું માનવું છે કે 2021-22માં વેતન વૃદ્ધિ 2018-19ના સ્તર પર પહોંચી જશે.
ADVERTISEMENT
એઓના હ્યુમન કેપિટલ બિઝનેસમાં ભાગીદાર રૂપાંક ચૌધરીએ જણાવ્યું હતું કે આ નાણાકીય સ્વાસ્થ્ય અને અર્થતંત્રમાં તેજીનો મજબૂત સંકેત છે. સ્પષ્ટ રૂપથી હવે વસ્તુઓ સારી થઈ રહી છે. 2020માં પગાર વધારો 6.1 ટકા રહ્યો હતો. 2021માં તેના 8.8 ટકા હતો 2022માં 9.4 ટકા પર પહોંચવાની આશા છે. ત્યાં જ 2018 અને 2019માં મહામારી પૂર્વના સ્તર પર હશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મહામારીના કારણે કંપનીઓની ડિજિટલ યાત્રા ઝડપથી થઈ છે અને તેના કારણે સમય ગાળામાં ડિજિટલ યુદ્ધ છેડાઈ ગયું છે. તેના કારણે પગારનું બજેટ વધી રહ્યું છે સાથે જ વિવિધ ક્ષેત્રોમાં નોકરી બદલનારની સંખ્યામાં પણ વધારો થયો છે.
ચૌધરીએ જણાવ્યું કે કંપનીઓએ પોતાની પ્રતિભા રણનીતિ માટે નવેસરથી ઉભુ કરવુ પડશે જેના કારણે આ યુદ્ધમાં ટકી શકાય. તેમણે કહ્યું કે પરંપરાગત અને બિનપરંપરાગત ક્ષેત્રની ભારતીય કંપનીઓ ડિજિટલ ક્ષમતાઓમાં રોકાણ કરી રહી છે જેથી તે વૃદ્ધિની રફતારને કાયમ કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT