બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની મિત્રો સાથે પાર્ટી, જોવા મળ્યો અનુષ્કાનો શાનદાર લુક

BOLLYWOOD / અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની મિત્રો સાથે પાર્ટી, જોવા મળ્યો અનુષ્કાનો શાનદાર લુક

Last Updated: 08:00 PM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપલ ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની કેટલીક તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કપલ ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

બોલિવૂડ અને ક્રિકેટના પાવર પેક્ડ કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક એક્ટેક્ટીવ કપલ છે. બંને અવારનવાર કોઈને કોઈ કારણસર લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે. દરમિયાન, હાલમાં જ કપલની કેટલીક તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચામાં જોવા મળે છે. આ તસવીરોમાં કપલ તેમના મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળે છે. આ દરમિયાન અનુષ્કા શર્મા પોતાના શાનદાર લુકથી લોકોના દિલ જીતતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/C7hZYuJvKgO/

વિરાટે અમેરિકા જતા પહેલા મિત્રો સાથે પાર્ટી કરી

હાલમાં જ IPLની સિરિઝ પુર્ણ થઇ છે અને હવે પછી T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના માટે ક્રિકેટરો અમેરિકા જવા રવાના થઈ રહ્યા છે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની પ્રથમ દળ તાજેતરમાં અમેરિકા જવા રવાના થઈ છે. જ્યારે વિરાટ કોહલી અમેરિકા જતા પહેલા તેના મિત્રો સાથે મસ્તીના મુડમાં જોવા મળ્યો હતો. હાલમાં જ તેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તે તેની પત્ની અનુષ્કા શર્મા અને ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે જોવા મળી રહ્યો છે.

વધુ વાંચોઃ સાડીમાં સુહાના ખાનનો ગ્લેમરસ લૂક, તમે પણ ટ્રાય કરી શકો આ સ્ટાઈલ

અનુષ્કા શર્માના કૂલ લુકની ચર્ચા

વાસ્તવમાં ગઈકાલે રાત્રે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ડિનર પર ગયા હતા. રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા આ ચારેયના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ડિનરમાંથી બહાર આવ્યા બાદ ચારેય એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. જો કે આ સમય દરમિયાન અનુષ્કાએ તેના શાનદાર લુકથી સમગ્ર લાઈમલાઈટમાં હતી. આ સમય દરમિયાન તે સફેદ શર્ટ સાથે ડેનિમમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે ઝહીર અને સાગરિકા પણ સિમ્પલ લુકમાં ડિનર માટે આવ્યા હતા. ચાર સ્ટાર્સના ગેટ ટુગેધરની આ ઝલક હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Virat Kohli bollywood ANUSHKA SHAMRA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ