Anushka Sharma Begins Shooting For Jhulan Goswami Biopic
અપકમિંગ /
અનુષ્કાએ શરૂ કરી ઝૂલન ગોસ્વામીની બાયોપિકનું શૂટિગં, સોશ્યલ મીડિયા પર ફોટો VIRAL
Team VTV04:53 PM, 13 Jan 20
| Updated: 04:54 PM, 13 Jan 20
એક્ટ્રેસ અનુષ્કા શર્માની પોતાની આગામી ફિલ્મની તાજેતરમાં જ જાહેરાત કરી હતી, તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ઝૂલન ગોસ્વામી પર બનાનારી બાયોપિકમાં જોવા મળશે. આ માટે એકટ્રેસે શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે
રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્માએ શનિવારે સાંજે ઇડન ગાર્ડનમાં ફિલ્મના ટિઝર માટે એક શૉટ આપ્યો છે, આ દરમિયાન એક્ટ્રેસે ભારતીય ક્રિકેટ ટીમની ડ્રેસ પહેરી હતી અને તેની ચાલવાની સ્ટાઇલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. આ ફોટો પરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે કે એક્ટ્રેસ ઝૂલન જેવી હેર સ્ટાઇલ અને બોડી સ્કટ્રચર બનાવ્યુ છે.
.@AnushkaSharma is reportedly set to portray former Indian women’s cricket team captain, Jhulan Goswami in her next. She is currently being trained by Indian cricketer Jemimah Rodrigues’ father, Ivan Rodrigues, and Indian cricket coach Prashant Shetty. pic.twitter.com/ncERJFaY0l
એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ફિલ્મનું નામ ચકદાહા એક્સપ્રેસ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મ પ્રોસિત રૉય ડિરેક્ટ કરશે. આ પહેલા પણ તેઓ અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી' ને ડિરેક્ટ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોલકાતાના ઇડન ગાર્ડનમાં શૂટિંગ કરવા માટે પહોચેલી અનુષ્કા શર્માને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના લોકોએ શુભકામના આપી છે.
આ પહેલી વખત નથી જ્યારે કોઇ ક્રિકેટર પર બાયોપિક બનતી હોય, આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની ‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, અઝહરૂદ્દીનની બાયોપિક ‘અઝહર’ બની હતી. ભારતે પહેલી જ વાર 1983માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો અને આના પરથી કબીર ખાન ફિલ્મ ‘83’ બનાવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને તે કપિલ દેવ બન્યો છે. આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની છે.