બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 09:54 AM, 29 January 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
ચૂંટણી સભામાં ગદ્દારોને ગોળી મારો...’નાં નારા લગાવ્યાં હતાં
દિલ્હીની એક ચૂંટણી સભામાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે તેમને ગુરુવાર બપોર સુધીમાં જવાબ આપવા તાકીદ કર્યાં છે. અનુરાગ ઠાકુરે રિઠાલા ભાજપનાં ઉમેદવારનાં પક્ષમાં યોજવામાં આવેલી ચૂંટણી સભામાં ગદ્દારોને ગોળી મારો...’નાં નારા લગાવ્યાં હતાં. જેનો એક વીડિયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ વિવાદાસ્પદ નારાબાજીનો તે ભાગ નહોતા પણ તેઓએ ભીડમાં થઈ રહેલી આ નારેબાજી જોઈને તાળીઓ પાડી હતી. જે વીડિયોમાં જણાઈ રહ્યું છે.
અનુરાગ ઠાકુરનાં ગોળી મારો નારા પર કન્હૈયા કુમારે ટ્ટીટ કરી કહ્યું, આમના માટે બાપૂ પણ...
પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આવા લોકો જેલમાં હોવા જોઈએ
અનુરાગ ઠાકુરે ભીડને એટલા જોરથી નારેબાજી કરવા કહ્યું કે તેમનો અવાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સાંભળી શકે. રિઠાલાથી ભાજપનાં ઉમેદવાર મનીષ ચૌધરી ગિરિરાજ સિંહનાં નજીકના માનવામાં આવે છે. આ નારેબાજી બાદ અનુરાગ લોકોનાં ધ્યાને ચઢ્યાં છે. વરિષ્ઠ વકીલ અને આપનાંનાં પૂર્વ નેતા પ્રશાંત ભૂષણે કહ્યું કે આવા લોકો મંત્રીમંડળમાં નહી પણ જેલમાં હોવા જોઈએ. ભાજપને કેબિનેટમાં આવા જ અસભ્ય લોકો મળે છે. ઉલ્લેખનીય છે તે અનુરાગનાં નારેબાજી વાળા વીડિયોની તપાસ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.