બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / anupama actress is leaving the show
Jaydeep Shah
Last Updated: 12:32 PM, 8 March 2022
ADVERTISEMENT
અનધાએ છોડી એક્ટિંગની દુનિયા
ટીવી સિરિયલ અનુપમા તથા તેની સાથે જોડાયેલ સ્ટાર દર્શકો તથા ટીઆરપી ચાર્ટ પર આજકાલ રાજ કરી રહ્યા છે. દર્શકો વચ્ચે આ શો સારી પકડ બનાવી ચુક્યો છે. પરંતુ, આ વચ્ચે શો સાથે જોડાયેલ એક ખરાબ ખબર સામે આવી છે. અનુપમા એક્ટ્રેસ અનધા ભોસલેએ એલાન કર્યું છે કે તે આ શો જ નહી એક્ટિંગ જગતને પણ અલવિદા કહી રહી છે. અનધા અનુસાર, તે પોતાના જીવનમાં શાંતિ શોધવા માંગે છે તથા આ જ કારણે તેમણે એક્ટિંગ છોડવાનો તથા આધ્યાત્મ અપનાવવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
ઈંડસ્ટ્રીનાં દોગલાપણાને જણાવ્યું કારણ
ગયા દિવસો જ અનુપમાથી અનધા ભોસલેનો ટ્રેક પૂરો કર્યા માટે શૂટિંગ કરવામાં આવ્યું હતું. હવે તે શોમાં જોવા નહિ મળે. પરંતુ, હવે અનધાનાં ખુલાસાએ બધાને હેરાન કરી મુક્યા છે. અનધાએ પોતાના નિર્ણય પાછળનું કારણ ઈંડસ્ટ્રીનાં દોગલાપણાને જણાવ્યું છે. અનધાએ સપષ્ટ કહ્યું છે કે તે ઈંડસ્ટ્રીનાં દોગલાપણાથી હેરાન થઇ ચુકી છે અને આગળ કામ કરવા માંગતી નથી. આ જ કારણ છે કે તેમને ન માત્ર અનુપમા પરંતુ ઈંડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો છે.
આધ્યાત્મનાં રસ્તે જવા માંગે છે અનધા
અનધા ખે છે કે તે ઈંડસ્ટ્રીનાં દોગલાપણાથી પરેશાન છે, એટલા માટે આધ્યાત્મનો રસ્તો અપનાવવા માંગે છે. એક્ટ્રેસ કહે છે કે ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા બધા લોકો સાચા હોતા નથી. અહી લોકો દોગલા પણ છે. તમારા પર દરેક સમયે એક એવું માણસ બનવાનો દબાવ હોય છે, જે તમે છો જ નહી. સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેવાનો દબાવ હોય છે. એટલા માટે હું નેગેટીવ વસ્તુઓને છોડીને આધ્યાત્મનાં રસ્તા પર ચાલવા માંગું છું. એટલે, મારા જીવનમાં શાંતિ રહે.
સમરે પણ આપ્યું બયાન
અનધાનાં નિર્ણય પર કો-સ્ટાર પારસ કલનાવતે પણ રિએક્શન આપ્યું છે. તેઓ કહે છે કે મને તો અનધા સાથી શૂટિંગ કરવાની આદત પડી ગઈ છે. અમે બંને સારા મ,મિત્રો બની ચુક્યા હતા તથા હું તેમને મિસ કરીશ. તેઓ આગળ કહે છે કે હું તેના આ નિર્ણય પર કંઈ ન કહી શકું, પરંતુ જો તેનામાં એક્ટિંગને લઈને પેશન છે તો તે જરૂર પાછી આવશે. હું આશા કરું છું કે જલ્દી જ શોમાં તેની એંટ્રી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT