બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Anupam kher takes satish kaushik daughter vanshika for lunch watch viral video
Last Updated: 08:55 AM, 28 May 2023
ADVERTISEMENT
સતીશ કૌશિકના અચાનક નિધન બાદ એક્ટર અનુપમ ખેરે તેમની દિકરીના ભરણ પોષણની જવાબદારી લીધી છે. સતીશ કૌશિકે 8 માર્ચે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. તે પોતાની પાછળ 10 વર્ષની દિકરી વંશિકાને છોડી ગયા હતા. પિતા વગર વંશિકા એકલી થઈ ગઈ છે. પરંતુ તેમના ફેવરેટ અનુપમ અંકલ તેમનું ધ્યાન હવે રાખી રહ્યા છે.
ADVERTISEMENT
સતીશ કૌશિકની દિકરી સાથે અનુપમ ખેરની મસ્તી
વંશિકાએ પોતાની પહેલી ઈન્સ્ટાગ્રામ રીલ અનુપમ ખેરની સાથે બનાવી હતી. તેમાં બન્ને સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમના ક્યૂટ અંદાજને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે વંશિકાએ વધુ એક સુંદર વીડિયો શેર કર્યો છે. તેમાં તે અનુપમ અંકલ સાથે લંચ એન્જોય કરતી જોવા મળી રહી છે. તેણે જણાવ્યું કે પહેલા તેના પિતા તેને લંચ પર લઈને જતા હતા. પરંતુ હવે અનુપમ ખેત આ ભુમિકાને નિભાવી રહ્યા છે.
વંશિકાએ શેર કર્યો વીડિયો
વશિકાએ પોતાના વીડિયોને શેર કરતા લખ્યું, "પાપા અને હું મેરિએટમાં નાસ્તો અને લંચ કરવા માટે આવતા હતા. મારા ફેવરેટ અનુપમ અંકલની સાથે આ રૂટીન રિપીટ કરવું મને ખૂબ જ સારૂ લાગી રહ્યું છે અને આવું કઈ રીતે થઈ શકે કે આપણે સાથે હોઈએ અને રીલ ન બનાવીએ. તો આ રહ્યો તમારા માટે વીડિયો અનુપમ ખેરની સાથે."
આ ક્યૂટ વીડિયોમાં વંશિકા અને અનુપમ ખેર લંચ પર સાથે જોવા મળી રહ્યા છે. સાથે બેસીને બન્ને સ્માઈલ અને પાઉનટ કરી રહ્યા છે. તેના બાદ અનુપમ ખેર ફની રિએક્શન આપે છે. ફેંસને વંશિકા અને અનુપમનો આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટર રાજ બબ્બરની દિકરી જૂહી બબ્બરે પણ તેના પર કમેન્ટ કર્યું છે. તેમણે લખ્યું, "વાહ મારા બે ફેવરેટ લોકો એક વખત ફરી સાથે છે." અમુક ફેંસે લખ્યું, "પાપા કી પરી. ધન્યવાદ અનુપમ જી. મિત્ર હોય તો તમારા જેવો."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.