બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / anupam kher said good film find way to work on aamir khan laal singh chaddha

નિવેદન / સીધી રીતે કહી દો ને કે તમારી ફિલ્મ કોઈને ગમી નહીં, લાલ સિંઘ ચઢ્ઢા પર અનુપમ ખેરે કાઢ્યો ગુસ્સો

Arohi

Last Updated: 12:08 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે એક વાતચીત દરમિયાન બૉયકોટ ટ્રેન્ડ પર ખુલીને વાત કરી હતી. આમિર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સારી ફિલ્મો પોતે જ ચાલવા માટે પોતાનો રસ્તો શોધી લે છે.

  • બૉયકોટ ટ્રેન્ડ પર અનુપમ ખેરનું નિવેદન 
  • કહ્યું- સારી ફિલ્મો ચાલવાનો રસ્તો શોધી લે છે 
  • તમે સીધી રીતે કહી દો તમારી ફિલ્મ લોકોને પસંદ ન આવી 

આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન ન કરી શકી. આ ફિલ્મે અત્યાર સુધી માંગ માંડ 50 કરોડનો આંકડો પાર કર્યો છે. હવે એવામાં બોલિવૂડ અભિનેતા અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત અનુપમ ખેરે એક વાતચીત દરમિયાન બૉયકોટ ટ્રેન્ડ પર ખુલીને વાત કરી હતી. આમિર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સારી ફિલ્મો પોતે જ ચાલવા માટે પોતાનો રસ્તો શોધી લે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

"તમે એમ કેમ નથી કહી શકતા કે ફિલ્મ લોકોને પસંદ નથી આવી"
ANI સાથે વાત કરતા અનુપમ ખેરે જણાવ્યું કે, જો ફિલ્મ લોકોને પસંદ આવી રહી હોય તો બૉયકોટ ટ્રેન્ડથી તેને કોઈ ફેર ન પડ્યો હોત. અભિનેતાએ કહ્યું, 'બૉયકોટ ટ્રેન્ડની વાત ચાલી રહી છે. ટ્વીટર અને સોશિયલ મીડિયા પર આવા ટ્રેન્ડ અવારનવાર ચાલે છે. અચાનક ફિલ્મને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? તમે એવું કેમ ન કહી શકો કે લોકોને તમારી ફિલ્મ પસંદ નથી આવી? આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફિલ્મ નિષ્ફળ ગઈ હોય. હું એ માનવા તૈયાર નથી કે ટ્રેન્ડ ફિલ્મને અસર કરી શકે છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

આમિર ખાને જોઈ છે ધ કાશ્મીર ફાઈલ્સ? 
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ 'લાલ સિંહ ચઢ્ઢા' જોવાનું આયોજન કરી રહ્યા છે? આના પર અભિનેતાએ જવાબ આપ્યો, 'મને અત્યારે જોવાનું મન નથી થતું, તેની પાછળ કોઈ કારણ નથી. મને જ્યારે મન થશે ત્યારે હું જોઈશ, પણ હું પૂછવા માંગુ છું કે શું આમિર ખાને 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈ છે?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

શિમલામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેરે કહ્યું કે દરરોજ ઘણા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. મને નથી લાગતું કે કોઈ ફિલ્મે સારું પ્રદર્શન એટલા માટે નથી કર્યું કારણ કે તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું, 'થોડા વર્ષો પહેલા લોકો ઈચ્છતા હતા કે તેની ફિલ્મોને લઈને કોઈ વિવાદ થાય, જેથી તેની ફિલ્મ આગળ વધી શકે. મને લાગે છે કે જો 'લાલ સિંહ ચડ્ઢા' સારી હોત તો તેને બૉયકોટ ટ્રેનનો કોઈ ફરક ન પડ્યો હોત.'

સંકળાયેલા મુદ્દાઓ

Aamir Khan Anupam Kher laal singh chaddha  અનુપમ ખેર આમિર ખાન લાલ સિંહ ચડ્ઢા Laal Singh Chaddha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ