બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 08:03 PM, 25 May 2019
અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા આ વિશેની જાણકારી શેર કરી. આજ થી 35 વર્ષ પહેલા તેમણે સારાંશ ફિલ્મથી સિનેમાના ક્ષેત્રમાં પગલુ ભર્યું હતું. તેમની પહેલી ફિલ્મ સારાંશ હતી.
ADVERTISEMENT
અનુપમે ફિલ્મની એક ખુબજ ભાવપૂર્ણ તસવીર શેર કરી. અનુપમે લખ્યું-''મારી પહેલી ફિલ્મ સારાંશ 25 મે 1984એ રિલીઝ થઇ હતી. ત્યારથી લઇને આજ સુધી 35 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. હું 28 વર્ષનો હતો અને મેં 65 વર્ષના વૃદ્ધનો રોલ કર્યો હતો. વ્યક્તિનું નામ પત્ની પ્રધાન હતું. ''
ADVERTISEMENT
એવું લાગે છે કે ઘણા લાંબા સમય વીતી ચુક્યો છે. પરંતુ મારા માટે માત્ર એક શરૂઆત છે. ધન્યવાદ. આ પ્રકારે મને આશીર્વાદ આપતા રહો. હજુ ઘણું આગળ જવાનું છે.
આપને જણાવીએ કે, સારાંશ ફિલ્મ અનુપમ ખેરના જીવનની સૌથી ચેલેન્જિંગ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે. યુવા ઉંમરમાં પણ એક વૃદ્ધ આદમીનો રોલ નિભાવી એમણે ઘણી પ્રશંસા મેળવી હતી. ફિલ્મમાં તેમની વિરુદ્ધ રોહિણી હટ્ટંગડી હતી.
અનુપમ ખેરે સારાંશ ઉપરાંત, 'કર્મા', 'ડેડી', 'ગુદગુદી', 'અ વેડનેસ્ડે', 'બુદ્ધા ઇન અ ટ્રેફિક જામ' અને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
આપને જણાવીએ કે અનુપમ ખેરની આવનારી ફિલ્મ વન ડે છે. હાલમાં જ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોગ્રાફીમાં લીડ રોલ પ્લે કરી લાઇમલાઇટમાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.