બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Video: ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં આ શું થઈ રહ્યું છે? સુરતમાં ફરી અસામાજિક તત્વો બન્યા બેફામ, કરી તોડફોડ
Last Updated: 10:27 AM, 15 February 2025
એક તરફ ગૃહમંત્રી મોટી મોટી વાતો કરતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે તેમના જ વિસ્તારમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદગીરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં રહેતા માતા અને પુત્ર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કારચાલકથી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી. જેને લઇને ઉશ્કેરાઈ ગયેલા બાઈક ચાલક અને તેની સાથે રહેલી મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી
દરમિયાન બાઇક ચાલકે તેના મળતીયાઓને બોલાવી લેતા 8 થી 10 જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલા અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો. આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી. કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા. રોડ પર જ તોડફોડ અને મહિલાને માર મારવાના દૃશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ બાબતે જાણ થતા વરાછા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
દરમિયાન કારમાં સવાર મહિલાને માર મારવામાં આવતા ઈજા પહોંચી હતી. જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.