બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:06 AM, 22 June 2024
NEET અને UGC-NET પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદોની વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભરતા એક કડક કાયદાની જોગવાઈ કરી છે. આ કાયદાને પેપર લીક અને નકલ રોકવા માટે આ વર્ષે ફેબ્રુઆરીમાં પાસ કરવામાં આવ્યો હતો. કાયદાનું નામ લોક પરીક્ષા અધિનિયમ, 2024 છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે થોડા દિવસોથી એક બાદ એક દેશની પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં આવી રહેલી સ્કેમની ખબરોની વચ્ચે સતત સવાલ પુછવામાં આવી રહ્યો હતો કે આખરે આ કાયદો ક્યારે લાગુ કરવામાં આવશે. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક દિવસ પહેલા જ કહ્યું હતું કે કાયદા મંત્રાલય તેના પર નિયમ બનાવી રહ્યા છે.
ADVERTISEMENT
એન્ટી-પેપર લીક કાયદામાં શું છે જોગવાઈ?
શુક્રવારે લાગુ કરવામાં આવેલા આ કાયદા હેઠળ, પેપર લીક કરવા કે ઉત્તર પુસ્તિકાઓ સાથે છેડછાડ કરવામાં દોષી મળી આવેલા કોઈ પણ વ્યક્તિને ઓછામાં ઓછા ત્રણ વર્ષની જેલની થશે. તેને વધારીને પાંચ વર્ષ કરવામાં આવી શકે છે અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે. કાયદા હેઠળ બધા અપરાધ ગંભીર અને નોન-બેલેબલ રહેશે.
આ ઉપરાંત જે સર્વિસ પ્રોવાઈડર્સ કે એજન્સીઓને સંભવિત અપરાધ વિશે જાણકારી છે પરંતુ તે તેનો રિપોર્ટ નથી કરતા તો તેમના પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે. તપાસ વખતે જો સાબિત થઈ જાય કે તે સર્વિસ પ્રોવાઈડરના કોઈ વરિષ્ઠ અધિકારીએ અપરાધની પરવાનગી આપી હતી અથવા અપરાધ કરવામાં પોતે શામેલ હતા તો તેમને ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલ તથા 1 કરોડ રૂપિયાનો દંડ આપવો પડશે. જો એક્ઝામિનેશન ઓથોરીટી કે સેવા આપનાર કોઈ સંગઠિત અપરાધ કરે છે તો જેલ પાંચ વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ થશે તથા દંડ 1 કરોડ રૂપિયા રહેશે.
વધુ વાંચો: હવે ચોમાસું જામશે! અમદાવાદ, પંચમહાલ.., જાણો આજે કયા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી
આ વર્ષે જ પાસ કરવામાં આવ્યો હતો કાયદો
નોટિફિકેશનમાં ભારતીય ન્યાય સંહિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય દંડ સંહિતાની જોગવાઈ ત્યા સુધી પ્રભાવી રહેશે. સંહિતા અને અન્ય અપરાધિક કાયદો 1 જુલાઈથી લાગુ થવાના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.