બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતમાં વધુ એક યુવક બન્યો હનીટ્રેપનો શિકાર, પહેલા સોસાયટીમાં બોલાવ્યો અને પછી...! કિસ્સો ચોંકાવનારો
Last Updated: 01:06 PM, 6 December 2024
હાલના સમયે પોલીસની ઓળખાણ આપીને રૂપિયા પડાવવાના કાવતરા દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો એક વધુ કિસ્સો સુરતમાં ઘટ્યો હતો. જેમા શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસનો સ્વાંગ રચીને ચાર લોકો આવ્યા હતા. જેઓએ કતારગામ પોલીસનો સ્વાંગ રચી 1.70 લાખ પડાવ્યા હતા. વરાછામાં મોબાઈલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો ભોગ બન્યો હતો.
ADVERTISEMENT
શરીર સુખની ઓફર આપી.....
મળતીન માહિતી મુજબ લલનાએ શરીર સુખની ઓફર આપીને કતારગામ ખાતે બોલાવ્યો હતો. જેમાં નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. જે બાદ હાથમાં હાથકડી લઈ આવેલા શખ્સોએ પોલીસની ઓળખ આપીને યુવક પાસેથી રૂપિયા પડાવ્યા હતા. જેમાં મની ટ્રાન્સફરથી રૂપિયા ઓનલાઇન પડાવી યુવકની બાઈક પણ લઈ લીધી હતી. ત્યારે આ ઘટનાને એક મહિના બાદ વેપારીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મર્યા બાદ પણ જુઓ કેવી મગજમારી! કડીમાં કાંસના પ્રદૂષિત પાણીમાંથી નીકળી અંતિમયાત્રા, વીડિયો દુખદ
જોકે પોલીસે આ કિસ્સામાં વહેલી કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવાયેલા તમામ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે દક્ષા આકોલિયા, જયશ્રી બોરડ, દિવ્યા તલાવિયા અને નકલી પોલીસ પાર્થ મંગલ ઢોલાની ધરપકડ કરી હતી. અને આ ઘટનાને લઇ વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT