બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CCTV: વચ્ચે આવ્યા તો ગયા સમજો! ભરબજારે બે આખલાઓનું જામ્યું ભયંકર યુદ્ધ
Last Updated: 03:03 PM, 17 January 2025
ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. શહેરમાં ક્યારેક આખલાના યુદ્ધથી વાહનોનો કચ્ચરઘાણ નીકળે છે. તો ક્યારેક આખલાની અડફેટે રાહદારીઓ ઇજાગ્રસ્ત થાય છે. જોકે અનેક રજૂઆતો છતા પાલિકાનું તંત્ર નઠોર તંત્ર કાર્યવાહી કરવામાં ઉણું ઉતર્યું છે.
ADVERTISEMENT
બે આખલા બાખડ્યા pic.twitter.com/j4TOPnihlH
— jaydeep shah (@jaydeepvtv) January 17, 2025
ત્યારે વધુ એક વાર લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે. જેમાં શહેરના પાલાવાડ વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જેના કારણે આસાપાસના વાહનો અને વસ્તુઓને નુકશાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં બંને પશુઓ બાખડતા આસપાસના લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ GPSCની પ્રાથમિક કસોટીને લઈને મોટા સમાચાર, હવેથી પરીક્ષાના જવાબના વાંધા આ રીતે લેવાશે
ત્યારે આવી ઘટનાઓમાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં ન આવતા નાગરિકોને મુશ્કેલીનો મુંગા મોઢે સામનો કરવાનો વારો આવી રહ્યો છે. વારંવાર ધોરાજીના નાગરિકોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો વધી છે. જેને લઇ રખડતા ઢોર સાથે તેઓના માલિકો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.