બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IAS આયુષ ઓક સામે વધુ એક સણસણતો આરોપ, 5-10 લાખ નહીં આટલા લાખની માંગી લાંચ
Last Updated: 10:55 PM, 22 July 2024
સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓક સામે વધુ એક કૌભાંડનો આક્ષેપ થયો છે. આયુષ ઓકે પાલનપોરની જમીન બિનખેતી કરવા માટે 50 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ સરકારને કરવામાં આવી છે.
ADVERTISEMENT
50 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ
પાલનપોર વિસ્તારમાં આવેલ બ્લોક નં-201 વાળી જમીનના માલિકે બિનખેતી કરવા માટે અરજી કરી હતી. આ અંગે જમીન માલિક જયેશ પટેલે તત્કાલિન કલેક્ટર આયુષ ઓક અને ચીટનીશ મામલતદાર જિગ્નેશ જીવાણી સામે 50 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરી સરકારને ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રોંગ સાઈડ આવતી કારે મા-દીકરાને 10 ફૂટ ઊંચે હવામાં ફંગોળ્યા, અકસ્માતનો ખૌફનાક વીડિયો વાયરલ
ડુમસ વિસ્તારની જમીનનો પણ આક્ષેપ
સુરતના ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જે જમીનમાં વર્ષોથી ખાતેદાર ન હતા. તે જમીનમાં એકાએક ખાતેદાર ઉભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
22 એપ્રિલ / આજે વિશ્વ પૃથ્વી દિવસ, પર્યાવરણના જતન માટે ભારતનું આ વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.