બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Another prediction was made with Mawtha beating across the state

મેહુલ્યો ત્રાટક્યો / 24 જ કલાકમાં 72 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ભુજમાં 2 ઈંચ: હજુ તો બે દિવસ આટલા જિલ્લામાં મેઘરાજા થશે કોપાયમાન

Malay

Last Updated: 10:16 AM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે હવે આ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી છે.

 

  • 2 દિવસ કમોસમી વરસાદની આગાહી
  • સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ 
  • કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમા ભારે પલટો જોવા મળી રહ્યો છે. ક્યાક વરસાદ તો ક્યાક ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યમા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો તો ક્યાક ભારે પવન ફુંકાયો હતો. ગઈકાલે રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે.

Cloud of danger over Gujarat: Mavtha has increased the problem in so many taluks today, see where and how much it rained

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત 
રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યભરમાં માવઠાના માર સાથે વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી છાંટા પડી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું થઈ શકે છે. 

સૌથી વધુ વરસાદ ભુજમાં નોંધાયો
શનિવારે 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદો નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભુજમાં નોંધાયો છે. ભુજમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરસ્વતીમાં 41 મી.મી, માંડલમાં 40 મી.મી, હિંમતનગરમાં 37 મી.મી, ધનસુરામાં 28 મી.મી,ડીસામાં 21 મી.મી, સિદ્ધપુરમાં 21 મી.મી,  દાંતામાં 20 મી.મી, બેચરાજીમાં 18 મી.મી, માંડવીમાં 18 મી.મી, ઈડરમાં 17 મી.મી, પાટણમાં 16 મી.મી, વડગામમાં 13 મી.મી, વડનગરમાં 10 મી.મી, મોડાસામાં 10 મી.મી સુઈગામમાં 10 મી.મી, માંગરોળમાં 10 મી.મી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઇ છે.

કૃષિ પાકને નુકસાનની ભીતિ 
રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. વિગતો મુજબ રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ થયા બાદ હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વાત જાણે એમ છે કે, કેરી, ઘઉં અને ચીકુના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. 

5 લોકોના મોત
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ પડેલા કમોસમી વરસાદ રાજ્યના 5 વ્યક્તિઓ માટે કાળ સાબિત થયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ કમોસમી વરસાદ આગાહી કરાઇ છે. આ દરમિયાન કમોસમી વરસાદની વચ્ચે વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

metrology department unseasonal Rain in Gujarat કમોસમી વરસાદ ગુજરાતમાં કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી unseasonal rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ