બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BZ પોન્ઝી સ્કીમની તપાસમાં નવા ખુલાસા, કૌભાંડમાં 307 કરોડના આર્થિક વ્યવહાર મળ્યા, 11 કંપની રચી આવી રીતે કર્યો કાંડ

ખુલાસો / BZ પોન્ઝી સ્કીમની તપાસમાં નવા ખુલાસા, કૌભાંડમાં 307 કરોડના આર્થિક વ્યવહાર મળ્યા, 11 કંપની રચી આવી રીતે કર્યો કાંડ

Last Updated: 10:35 AM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BZ પોન્ઝી સ્કીમનાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્ર કેવી રીતે બન્યા માલામાલ? રોકાણકારો પાસેથી 150 કરોડ કેવી રીતે મેળવ્યા તે તરફ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

BZ પોન્ઝી સ્કીમની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. કૌભાંડમાં 307 કરોડનાં આર્થિક વ્યવહાર મળ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાએ 4 વર્ષમાં જ 35 કરોડની મિલકત ધરીદી હતી. તેમજ 11 કંપનીઓ બનાવીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. રોકાણકારો પાસેથી કૌભાંડી ભૂપેન્દ્રએ 150 કરોડ રૂપિયા મેળવ્યા હતા. મોટાભાગની રકમ રોકડ સ્વરૂપે મેળવી હતી. ભૂપેન્દ્ર ઝાલાનાં એજન્ટો રોકાણકારોને નફાની લાલચ આપતા હતા.

BZ પોન્ઝી સ્કીમ કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારે પ્રતિક્રિયા આપી

BZ પોન્ઝી સ્કીમ કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારે પ્રતિક્રિયા આપી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આયોજીત કરેલ કાર્યક્રમમાં હાજરી અંગે ભીખુસિંહે નિવેદન આપતા કહ્યું હતું કે, હું સામાજિક સંબંધે કાર્યક્રમમાં ગયો હો. શૈક્ષણિક કાર્યક્રમ હતો અને મારો મત વિસ્તાર હતો એટલે હાજરી આપી હતી. હજુ સુધી એકપણ રોકારણકાર મારી પાસે ફરિયાદ લઈને આવ્યો નથી. અમે જાહેર જીવનમાં છીએ અને આવા કાર્યક્રમમાં હાજરી સામાન્ય છે. તેમજ કાર્યક્રમનું આયોજન કરનાર શું વેપાર કરે છે તે અને નથી જાણતા. ભૂપેન્દ્રસિંહનાં ટ્રસ્ટમાં પોતાનાં દીકરાની ભાગીદારી અંગે રાજ્યકક્ષાનાં મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, મારો દીકરો ટ્રસ્ટમાં છે તેની મને જાણ ન હતી. જે ટ્રસ્ટ શરૂ કર્યું છે તે સેવાકીય પ્રવૃતિ માટે છે. જેમાં લોકોનાં રૂપિયા રોકાયા નથી.

ધરપકડથી બચવા કોર્ટનાં શરણે

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત ભરમાં બી ઝેડ કૌભાંડ મામલે 6000 કરોડની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે ભુપેન્દ્રસિંહ ઝાલા કોર્ટના શરણે પહોંચ્યો છે. ધરપકડથી બચવા ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીનની અરજી કરી છે.

350થી વધુ સ્ટાફ સભ્યો માટે કપરા દિવસો..!

અત્રે જણાવીએ કે, ભુપેન્દ્રસિંહ ઝાલા એ એક વર્ષ અગાઉ ગ્રો મોર કેમ્પસ પોતાના નામે કર્યું હતું જો કે હવે ગ્રોમરમાં અભ્યાસ કરતા 3500થી વધારે વિદ્યાર્થીઓ તેમજ 350થી વધુ સ્ટાફ સભ્યો માટે કપરા દિવસો આવી રહ્યા છે. ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં 3500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ 350થી વધારેનો સ્ટાફ અને વિદ્યાર્થીઓના અભ્યાસ સહિત તેમનો હોસ્ટેલ ખર્ચ ભોજન ખર્ચ સહિતનું એકાદ કરોડનું ભારણ આવે છે.

વધુ વાંચોઃ ખ્યાતિકાંડ બાદ ક્રાઈમબ્રાંચનું સોગંદનામું, મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પર કસાયો ગાળિયો, ખોટ દર્શાવી કર્યો હતો ખેલ

મહાકૌભાંડીના અનેક કૌભાંડ

રાજ્યના અનેક લોકોના રૂપિયાથી પોતાનો શોખ પુરો કરનારા મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં BZ ગ્રુપે 21 નવેમ્બરના રોજ ઈલેક્ટ્રોનિક શોરૂમનું ઓપનિંગ કર્યું હતું. આ શો-રૂમ પર 26 નવેમ્બેર CIDએ રેડ પાડી હતી. જેથી અત્યારે આ શોરૂમમાં તાળા લાગ્યા છે. સાથે શોરૂમમાંથી BZ લખાણ લખેલા બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુણવતસિંહ રાઠોડ નામનો એજન્ટ આ સમગ્ર કારોબાર ચલાવતો હતો. જે 7 દિવસથી ગાયબ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sabarkantha News Bhupendra Jhala BZ Ponzi Scheme Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ