મોટા સમાચાર /
કેજરીવાલે કર્યો હતો ફોન, રૂ.500 કરોડ ભેગા કરવા માટે...: મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક લેટર બોમ્બ
Team VTV03:48 PM, 05 Nov 22
| Updated: 03:49 PM, 05 Nov 22
સુકેશ ચંદ્રશેખરનો વધુ એક લેટર બોમ્બ; તેમાં તેમણે કેજરીવાલે પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે, સાથો સાથે રાજ્યસભાની સીટ ઓફર કરવાની વાત પણ કરી છે.
મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક લેટર
કેજરીવાલે પર 50 કરોડ રૂપિયા લેવાનો લગાવ્યો આરોપ
રાજ્યસભા સીટની ઓફર કરવાની વાત પણ કરી
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે વધુ એક લેટર વાયરલ કર્યો છે. આ વખતે તેઓએ લેટરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે નિશાન બનાવ્યાં છે. તેણે આ પત્રમાં કેટલાક ખુલાસા કર્યા છે. તેમણે સીએમ પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. તેમજ રાજ્યસભાની બેઠકની ઓફર કરવાની વાત પણ કરી છે. સુકેશે પત્રમાં લખ્યું કે કેજરીવાલે મને ટ્વિટ કરીને મહાઠગ કહ્યું, તો હું તમને જણાવી દઉં કે, જો તમારા મતે હું મહાઠગ છું તો તમે મારી પાસેથી 50 કરોડ કેમ લીધા અને મને રાજ્યસભા ટીકિટની ઓફર કેમ કરી? તો તમને મહાઠગ નહી બનાવતા. સુકેશે લખ્યું કે સીએમએ તેમને 30 વધુ લોકોને લાવવા માટે 500 કરોડ રૂપિયા એકત્ર કરવા કહ્યું હતું, જેથી આમ આદમી પાર્ટી કર્ણાટક અને તમિલનાડુમાં પોતાને મજબૂત સાબિત કરી શકે. સુકેશે લખ્યું કે તમે સતેન્દ્ર જૈન સાથે મળીને મારી ડિનર પાર્ટીમાં શા માટે હાજરી આપી તેમજ ત્યાં અને તમારી સૂચના આધીન 50 કરોડનો ડીલ થઈ અને આસોલાના ફાર્મહાઉસમાં સતેન્દ્ર જૈન અને કૈલાશ ગેહલોતને આપ્યો હતો.
"Kejriwal Ji why you forced me to bring 20-30 individuals to contribute Rs 500 cr to the party in return of seats," reads Sukesh Chandrashekhar's letter that has been confirmed by his lawyer pic.twitter.com/ykRxNsJbyz
સત્યેન્દ્ર જૈન પર આરોપો લગાવ્યો હતા
સુકેશે આ પહેલા AAPના નેતા અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેણે 'પ્રોટેક્શન મની' રૂપમાં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. સુકેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને લખેલા પત્રમાં કહ્યું હતું કે તે સત્યેન્દ્ર જૈનને 2015થી ઓળખે છે. આ પછી હવે તેણે ફરી એકવાર AAPના વડા પર આરોપ લગાવ્યો છે, જેનાથી ફરીવાર આપમાં રાજકારણ ગરમાયો છે.
સુકેશ ચંદ્રશેખરનો લેટર
આ મામલો સામે આવ્યા બાદ સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે જે રીતે ભાજપ ગુજરાત અને દિલ્હીની ચૂંટણીને લઈને ગભરાઈ ગઈ છે, જેથી આ કાવા દાવો તેમના છે. તેમજ ભાજપના મોટા નેતાઓએ સુકેશ જેવા મોટા મહાઠગનો સહારો લેવા પડે છે. સુકેશ ચંદ્રશેખર હવે સ્ટાર પ્રચારક બની ગયા છે. સુકેશે જે ઠગ કર્યું છે તે બધાની સામે છે. તેઓએ ગૃહમંત્રી અમિત શાહના નામે પણ ઠગાઈ કરી ચૂક્યાં છે.