બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 12:39 PM, 27 June 2022
ADVERTISEMENT
ન્યુયોર્કમાં વધુ એક ભારતીય મૂળના વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. 31 વર્ષીય ભારતીય મૂળના માણસને ન્યૂ યોર્કમાં તેના ઘરની નીચે શેરીમાં પાર્ક કરેલી એસયુવીમાં બેઠેલી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, માથામાં બંદૂકની ગોળી મારી હત્યા કરાઇ છે.
ગોળીબાર બાદ હોસ્પિટલમાં લઈ જવાયો
ADVERTISEMENT
ન્યૂયોર્ક ડેઈલી ન્યૂઝેના રિપોર્ટ મુજબ 31 વર્ષીય સતનામ સિંહને શનિવારે બપોરે ગોળીબાર બાદ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના સાઉથ ઓઝોન પાર્ક પડોશમાં, રિચમન્ડ હિલ પાસે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શૂટર પગપાળા તેની પાસે આવ્યો હતો અને તે જીપમાં બેઠો હતો ત્યારે તેને ગોળી મારી હતી, જોકે એક પાડોશીએ જણાવ્યું હતું કે હુમલાખોરે કારમાંથી ગોળીબાર કર્યો હતો અને તેના ઘરના CCTV કેમેરામાં આ ઘટના કેડ થઈ છે.
હત્યાનું કારણ અકબંધ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સતનામ સિંહે એક મિત્ર પાસેથી જીપ ઉછીની લીધી હતી. જેને લઈ તપાસકર્તાઓ તપાસ કરી રહ્યા છે કે, શું તે શૂટરનો ઈરાદો ટાર્ગેટ હતો, કે પછી વાહનના માલિકને નુકસાન પહોંચાડવાની યોજના બનાવનાર કોઈ વ્યક્તિ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.
જીપમાં આવેલા હત્યારાઓને પડકવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ન્યુયોર્કના રિચમંડ હિલ વિસ્તારના ઓઝોન પાર્ક પાસે પાર્કમાં બેઠેલા 31 વર્ષના સતનામસિંહની હત્યારાએ ગોળી મારી હત્યા કરી છે. જે બાદમાં તેમણે તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા પરંતુ બચાવી ન શકાયા. જેને લઈ હવે જીપમાં આવેલા હત્યારાઓને પડકવા પોલીસે ચક્રો ગતિ માન કર્યા છે. આ સાથે પોલીસે આરોપીઓને કોઈપણ ભોગે છોડવામાં નહીં આવે તેવી બાંહેધરી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.