બનાસકાંઠા / વિદ્યાર્થીને માર મારવાની બીજી ઘટના, શિક્ષકે માર મારતા વિદ્યાર્થીને થયું ફ્રેક્ચર

બનાસકાંઠાના ધાનેરામાં વિદ્યાર્થીને માર મારવાની બીજી ઘટના સામે આવી છે. ધાનેરાની વિવેકાનંદ શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો છે. વિદ્યાર્થી 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. જેને વિજ્ઞાનના શિક્ષક પ્રદીપ પટેલે મૂઢ માર માર્યો છે. જેમાં વિદ્યાર્થીને ફ્રેક્ચર થઈ જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે અહીં સવાલ એ છે કે શું આ રીતે બાળકો અભ્યાસ કરશે? શું શિક્ષકોની આવી સખતાઈની જરૂર છે? શિક્ષક ઠપકો આપી શકે છે હાથ ઉપાડે એ પણ ફ્રેક્ચર થવા જેવી સ્થિતિ સર્જાય તે કેટલી યોગ્ય છે. માર મારના એ શિક્ષક વિરુદ્ધ શિક્ષણ વિભાગ ક્યારે ભગલા ભરશે અને શું કાર્યવાહી થશે ખરી તે એક મોટો સવાલ છે?.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ