વડોદરા મહાનગર પાલિકાને લઈને તંત્રનો વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી 19 વોર્ડ વિસ્તારોમાં 19 વહીવટી વોર્ડ ઓફિસ કાર્યરત થશે.
વડોદરામાં મનપાને લઇ મહત્વનો નિર્ણય
તમામ વોર્ડમાં વહીવટી વોર્ડ ઓફિસ શરૂ કરાશે
આજથી તમામ વોર્ડમાં ઓફિસ થશે શરૂ
વડોદરા મનપાને લઇ તંત્રનો વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વડોદરા મનપા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે દ્વારા મોટો વહીવટી ફેરફાર કર્યો છે. આજથી 19 વોર્ડ વિસ્તારોમાં 19 વહીવટી વોર્ડ ઓફિસ કાર્યરત થશે. 7 નવી વોર્ડ ઓફિસ આજથી શરૂ કરવામાં આવશે. તમામ વોર્ડ ઓફિસમાં નવા વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસરની નિમણૂંક કરી દેવામાં આવી. તમામ ચારેય ઝોનમાં નવા આસી. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરી દેવાઇ છે. ખાસ કરીને એક અઠવાડિયા માટે બ્લેક આઉટ થતા કોઈ પણ પ્રકારના પેમેન્ટ કોર્પોરેશન સ્વીકારશે નહીં.
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મોટો વહીવટી ફેરફાર કર્યો
અગાઉ વડોદરા કોર્પોરેશનમાં 19 ઇલેક્શન વોર્ડ અને 12 વહીવટી કચેરી હતી. જેના કારણે લોકોને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ધક્કા ખાવાનો તેમજ વિવિધ સમસ્યાનો સામનો કરવાનો વારો આવતો હતો. કોર્પોરેશનને પણ એક તબક્કે સમસ્યા ઊભી થતી હતી. પરિણામે વડોદરા કોર્પોરેશને 19 ઇલેક્શન વોર્ડ સામે 19 વહીવટી વોર્ડ ઊભા કરવાનું આયોજન હાથ ધર્યું હતું. હવે ટેમ્પરરી ધોરણે નવી સાત વહીવટી કચેરી ફર્નિચર સહિતની સુવિધા સાથે સજ્જ બનતા 1લી એપ્રિલથી એટલે કે આજથી તેનો શુભારંભ થશે.અને તે માટે તમામ એ.એમ.સી, રેવન્યુ ઓફિસર અને વોર્ડ ઑફિસરની 100 ટકા બદલીના આદેશ આપવામાં આવ્યા છે.