બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / સર્જાશે વધુ એક ઇતિહાસ! હવે અનડોકિંગની તૈયારીમાં ISRO, સામે આવ્યો સ્પેસ ડોકિંગ ટેસ્ટનો Video
Last Updated: 10:28 AM, 18 January 2025
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) એ 16 જાન્યુઆરી 2025ના રોજ એક મહત્વપૂર્ણ મિશન શરૂ કર્યું, જેને SpaDeX (સ્પેસ ડોકીંગ પ્રયોગ) કહેવામાં આવ્યું છે. આ મિશનમાં ISRO એ દુનિયાભરમાં ટોપ 4 દેશોમાં સ્થાન મેળવ્યું છે, જેમણે અંતરિક્ષમાં બે ઉપગ્રહોને એકબીજાની સાથે સફળતાપૂર્વક જોડાવામાં (ડોકિંગ) સફળતા મેળવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અત્યારે, ફક્ત 3 દેશો રશિયા, અમેરિકા અને ચીન જ અવકાશમાં ડોકીંગ મિશન કરી શક્યા હતા. ISRO હવે આ યાદીમાં ચોથા નંબર પર સ્થાન મેળવ્યું છે. આ ISRO માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભારતના ભાવિ સ્પેસ મિશનો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
વિડિયોમાં ISROના વૈજ્ઞાનિકો તેમની મહેનતની સફળતા બાદ ખુશ જોવા મળી રહ્યા છે અને કેમ ના હોય કારણ કે આ સફળતા તેમના અને દેશ માટે ગર્વની વાત કહેવ્યા. ISROના વડા, વી નારાયણ, પણ આ મિશનને સફળ બનાવવા માટે ટીમને અભિનંદન આપી રહ્યા છે.
ISRO successfully completed docking of two SPADEX satellites (SDX-01 & SDX-02) in the early hours of 16 January, 2025.#SPADEX #ISRO pic.twitter.com/UJrWpMLxmh
— ISRO (@isro) January 17, 2025
આ ડોકીંગ ટેક્નોલોજી ભારતના ભવિષ્યના સ્પેસ મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ISRO ચંદ્રયાન-4, ગગનયાન, ભારતીય સ્પેસ સ્ટેશન અને ચંદ્ર પર માનવ અવકાશયાત્રી મોકલવાની તૈયારી કરી રહી છે. આ પ્રયોગ ભારતીય અવકાશ મિશન માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે આવતા કેટલાક વર્ષોમાં ભારતમાં અવકાશના ક્ષેત્રમાં વધુ આગળ વધવામાં મદદ કરશે.
આ મિશનની સફળતા પછી, ISRO આગામી દિવસોમાં બે અવકાશયાનને અનડોક કરવા અને પાવર ટ્રાન્સફરનું પરીક્ષણ કરશે. ISROના લક્ષ્ય છે કે 2035 સુધીમાં તેઓ પોતાનું ભારતીય સ્પેસ સ્ટેશન તૈયાર કરે. આ મિશનને આગળ વધાવતા, સ્પેસ ડોકીંગના પરિણામોને આધારે અન્ય અવકાશ મિશનોને વધુ સફળ બનાવવામાં મદદ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.