બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another explanation on the spycam issue in the Anand collector's office
Malay
Last Updated: 11:06 AM, 26 August 2023
ADVERTISEMENT
Anand News: આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ ત્રણેયના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ વચ્ચે જે.ડી પટેલ લઈને મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે જે.ડી પટેલના સમયમાં પૈસા આપનારની ફાઇલ પહેલા ક્લિયર થતી હતી.
ADVERTISEMENT
પૈસા મળે તો સૌથી પહેલા ફાઈલ ક્લિયર કરતો
આણંદ કલેક્ટર કચેરીના કાંડમાં દિવસેને દિવસે નવી વિગતો સામે આવી રહી છે. આ દરમિયાન હવે આરોપી જે.ડી.પટેલે અનેક કાંડ કર્યા હોવાનું સામે આવ્યું છે. ચિટનીશ જે.ડી. પટેલની લાંચખોરીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જે.ડી પટેલ જે કોઈ અરજદાર પૈસા આપે તેની ફાઈલને વધારે પ્રાધાન્ય આપતો હતો. આમ તો ઓનલાઈન સિસ્ટમમાં ક્રમવાઈઝ ફાઈલો ક્લિયર કરવાની હોય છે. પરંતુ જે.ડી. પટેલ ફાઇલોનો ક્રમ તોડી પૈસા આપે તેની ફાઇલ ક્લિયર કરતો હતો. આ ઉપરાંત જો કોઈ પૈસા ન આપે તો ફાઇલોમાં બિનજરૂરી વાંધા કાઢી અરજદારોને હેરાન કરતો હતો.
તપાસની પણ ઉઠી માંગ
જે.ડી પટેલની ધરપકડ થયા બાદ અને કૌભાંડો સામે આવતા જે.ડી પટેલના સમયે દફતરે થયેલ ફાઈલોની ક્વેરીઓની તાપસની પણ માંગ ઉઠી છે. તપાસ થાય તો અનેક છબરડા-કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ પહેલા આરોપી જે.ડીપટેલે એક ગ્રુપ બનાવ્યું હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જે.ડી પટેલના ઈશારે બિનખેતી માટેના અભિપ્રાય આપવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં સેટિંગ ન થાય તેવા અરજદારના નેગેટિવ અભિપ્રાય અપાતા હતા. ખુદ જે.ડી પટેલ નાયબ મામલતદાર પાસે નેટેટિવ અભિપ્રાય માંગતો હતો. જોકે, જો સેટિંગ થઇ જાય તો અરજદારનો પોઝિટિવ અભિપ્રાય અપાતો હતો.
કેતકી વ્યાસ અને જે.ડી પટેલે રચ્યું હતું ષડયંત્ર
જે.ડી પટેલ નાયબ મામલતદાર તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા હતા. કલેક્ટર કચેરીમાં ADM કેતકી વ્યાસ નાયબ મામલતદાર જે.ડી પટેલ (જયેશ પટેલ)ની મિલીભગતથી બિન ખેતીની ફાઇલોમાં વ્યવહાર અંગે અરજદાર પાસે રૂપિયા વસૂલતા હતા. તેની જાણ કલેક્ટર ડી.એસ ગઢવીને થતા આરોપીઓએ કલેક્ટરને બ્લકમેલ કરવા માટે કારસો રચ્યો હતો.
જાન્યુઆરી મહિનામાં કર્યું હતું વીડિયોનું રેકોર્ડિંગ
નાયબ મામલતદાર જે.ડી પટેલ કલેક્ટર દિલીપ ગઢવી (ડી.એસ ગઢવી)ની ખૂબ જ નજીક હતા અને તેથી તેઓ જાણતા હતા કે કલેક્ટર રંગીન મિજાજના છે. એટલે તેનો ફાયદો ઉઠાવી કેતકી વ્યાસ અને જે.ડી પટેલે સમગ્ર કારસો રચ્યો હતો. જે.ડી પટેલે તેના મિત્ર હરેશ ચાવડાની મદદથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવવામાં આવ્યા હતા. જે બાદ આ કેમેરાના કોઈને ખબર ન પડે તેવી રીતે કલેક્ટરની ચેમ્બરમાં ગોઠવવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ જાન્યુઆરી મહિનામાં વીડિયોનું રેકોર્ડિંગ કર્યું હતું.
વીડિયો ઉતારી કરાયા હતા બ્લેકમેલ
જે બાદ આરોપીઓ કલેક્ટર ડી.એસ. ગઢવીને બ્લેકમેલ કરી આર્થિક લાભ મેળવતા હતા. કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ કામ કઢાવવા દબાણ કરતા હતા. કલેક્ટર કચેરીમાં કેતકી વ્યાસ અને જે.ડી.પટેલની મિલીભગત ચાલતી હતી. વીડિયો ઉતારી કલેકટરને ફાઈલો ઉપર સહી કરવા બ્લેકમેલ કરતા હતા. વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડવા મામલે ગુજરાત ATS ફરિયાદી બન્યું હતું. ATSના PI જે.પી.રોજીયાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પૂછપરછમાં કારસ્તાન સામે આવતા ત્રણેય સામે ખંડણી, કાવતરુ અને IT એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા. આ કેસની તપાસ જિલ્લા પોલીસ વડાએ આણંદ LCBને સોંપી હતી. જે બાદ ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, સમગ્ર મામલાને લઈ ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ કરાઈ હતી. અત્રે જણાવી દઈએ કે, આરોપી કેતકી વ્યાસ બિલોદરા જેલમાં કેદ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.